રાષ્ટ્રીય સુરક્ષા દિવસ દર વર્ષે 4 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિન ઉજવવા પાછળનું મહત્વ લોકોને પોતાના જીવનના મહત્વથી અવગત કરાવવાનું છે. દેશમાં દિવસેને દિવસે વધી રહેલી દુર્ઘટના બાબતે લોકોને સાવચેતી રાખવાનું પણ સુચવવામાં આવે છે. દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસે એક થીમ જાહેર કરવામાં આવે છે.
રાષ્ટ્રીય સુરક્ષા દિવસ 2022નો વિષય રોડ સેફ્ટી છે. નવસારીમાં માર્ગ અકસ્માતની ઘટના છેલ્લા વર્ષોમાં વધી છે. જેના આંકમાં ઘટાડો કરવા માટે સતત તંત્ર તરફથી જાગૃતિના કાર્યક્રમો યોજી માહિતગાર કરવામાં આવે છે.નવસારીમાં માર્ગ અકસ્માતની ઘટના ઘણી વધવા પામી છે. ઓવર સ્પિડ, ગફલત કે અજાણ્યામાં સર્જાતા અકસ્માતની ઘટનામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે તો કેટલાકે પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.
નવસારીમાં છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો કુલ 848 અકસ્માત થયા છે. જેમાંથી 483 જીવલેણ અકસ્માત છે, 208 ગંભીર ઇજાના અકસ્માત, 71 સામાન્ય ઇજાના અકસ્માત અને 86 ઇજા વગરના અકસ્માત નોંધાયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં 530 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત 395 લોકો ગંભીર ઇજા પામ્યા હતા અને 322 લોકોને સામાન્ય ઇજા થઇ હતી.દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસે અલગ અલગ ક્ષેત્રને આવરીને તેમાં સુરક્ષા વિશે જાગૃતી લાવવાના સરકાર તરફથી પ્રયત્ન થાય છે.જો સાવચેતી રાખવામાં આવે તો ઘટનાથી બચી શકાય છે.
છેલ્લા ત્રણ વર્ષના અકસ્માત આંક | |||
વર્ષ | 2019 | 2020 | 2021 |
જીવલેણ અકસ્માત | 174 | 136 | 173 |
ગંભીર ઇજાના અકસ્માત | 5 | 57 | 56 |
સામાન્ય ઇજાના અકસ્માત | 35 | 22 | 14 |
ઇજા વગરના અકસ્માત | 42 | 31 | 13 |
કુલ | 346 | 246 | 256 |
અકસ્માતમાં સંકળાયેલ માણસોની સંખ્યા | |||
વર્ષ | 2019 | 2020 | 2021 |
કુલ મરણ | 186 | 149 | 173 |
ગંભીર ઇજા પામેલાની સંખ્યા | 187 | 100 | 137 |
સામાન્ય ઇજા પામેલાની સંખ્યા | 195 | 108 | 95 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.