તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સોનગઢનો ફરાર આરોપી નવસારીમાંથી ઝડપાયો

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રોહીબિશનના કેસમાં આરોપી ફરાર હતો
  • પોલીસે દરગાહ રોડ વિસ્તારમાંથી પકડ્યો

સોનગઢ ખાતે પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપી નવસારીમાં આવનાર છે. તેવી બાતમી ને આધારે ટાઉન પોલીસ દ્વારા ઝડપી પાડી આગળની કાર્યવાહી પોલીસ કરી રહ્યા છે. ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોર્ડમાં ફરજ બજાવતા અ.હે.કો. કિરીટકુમાર ખાતુભાઇ તથા અ.પો.કો.દિગ્વિજયસિંહ રવજીભાઇ તથા અ.પો.કો. પ્રવિણભાઇ પુંજાભાઇ તથા અ.પો.કો. હિતેન્દ્ર ઉમેદભાઇ નાઓ સાથે નવસારી ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હતા.

દરમ્યાન હે. અ.હે.કો. કિરીટકુમાર ખાતુભાઇ તથા અ.પો.કો. દિગ્વિજયસિંહ રવજીભાઇ નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, નવસારી દરગાહ રોડ મોટી દરગાહ રોડ ઉપર સોનગઢ પોલીસના ગુનામાં ફરાર આરોપી ચંદન રાઠોડ રહે, દરગાહ રોડ મોટી દરગાહ નાનો ગુનામાં વોન્ટેડ આરોપી આવનાર છે. જેથી ડિસ્ટાફે દરગાહ પાસે રોડ ઉપર વોચ ગોઠવી બાતમી હકીકત આધારે ચંદનભાઇ વિનોદભાઇ રાઠોડ ઉ.વ.34 રહે.દરગાહ રોડ મોટી દરગાહ પાસે તા.જી.નવસારીને ઝડપી લઈ આગળની કાર્યવાહી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...