ગાંધી વિચારને જીવંત રાખવાનો પ્રયાસ:ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટ દ્વારા આવતીકાલથી બીલીમોરામાં 74મો ગાંધી મેળો યોજાશે

નવસારી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહાત્મા ગાંધીના વિચારો, કાર્યો અને પ્રબોધેલ પ્રવૃતિને લોકભોગ્ય બનાવવા સાથે ભાવિ પેઢીને પ્રેરણા મળી રહે એવા શુભ હેતુથી વલસાડ, નવસારી, ડાંગ અને દાદરાનગર હવેલી, સેલવાસ, તેમજ દમણના વિસ્તારોમાં ગાંધીમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશમાં ખાદી ગ્રામ ઉદ્યોગને બળ આપવા માટે ગાંધી વિચાર પ્રચાર ટ્રસ્ટ દ્વારા ગાંધી મેળાનું આયોજન બીલીમોરા સોમનાથ મહાદેવ સંકુલમાં ખાતે કરવામાં આવ્યું છે. જેમાં 17મીથી 19મી માર્ચ સુધી આ મેળો યોજાશે, જેમાં રાજ્યના હસ્તકળા અને ખાદી વસ્ત્રોનું વેચાણ થશે.

દેશમાં ગાંધી વિચારને જીવંત રાખવા માટે અનેક કાર્યક્રમો અને પ્રવચનો યોજાય છે. જ્યારે ગાંધી વિચાર-પ્રસાર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે ગાંધી મેળો ઉજવાતો રહે એવા શુભહેતુથી તારીખ 17 માર્ચથી 19 માર્ચ દરમિયાન આ ત્રણ દિવસ માટે 74મો ગાંધીમેળો નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા ખાતે આવેલ શ્રી સોમનાથ મહાદેવ સંકુલ મુકામે રાખવામાં આવ્યો છે. 17 તારીખને શુક્રવારના રોજ સવારે સાડા નવ વાગ્યે ઉધ્ધાટન પ્રસંગે ગાંધી વિચાર-પ્રસાર ટ્રસ્ટનાં પ્રમુખ ગફુરભાઈ બિલખીયા, ઉપપ્રમુખ ડો, વિમળાબેન એસ લાલભાઈ, ભાણાભાઈ પટેલ, મહામંત્રી નટુભાઈ નાયક, મંત્રી હેમંતભાઈ દેસાઈ , ખજાનચી ધર્મેશ નાયક સાથે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...