તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન:કૃષિ યુનિવર્સિટીના 62 પ્રોજેક્ટ ખેડૂતોને ઉપયોગી બન્યા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેવીકેની ખેડૂત શિબિર યોજાઇ

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી પ્રસંગે ભારત સરકાર દ્વારા પુરસ્કૃત રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા ખેડૂત શિબિરનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરતાં ડો. કે.એ.શાહ, વૈજ્ઞાનિક પાક ઉત્પાદન દ્વારા કેન્દ્રની વિવિધ ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓ તથા વર્ષ 2007-08મા ભારત સરકાર દ્વારા પુરસ્કૃત હોલેસ્ટીક ડેવલોપમેન્ટ ઓફ ટ્વેન્ટી (20) એડોપ્ટેડ વિલેજ ઈન સાઉથ ગુજરાત થ્રુ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના પ્રોજેકટ અંગેની વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી.

આ શિબિરના અધ્યક્ષસ્થાનેથી નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના કુલપતિ ડો. ઝેડ.પી.પટેલે કૃષિક્ષેત્રે હરણફાળ ભરવા માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની શરૂઆત થઈ હતી. જેનો મુખ્ય હેતુ નવિનત્તમ તજજ્ઞતા તથા ભલામણો ખેડૂતો સુધી પહોંચાડી ગુણવત્તાસભર ઉત્પાદન મેળવીને રાજય અને દેશના કૃષિના વિકાસ દરને વધારવાનો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માધ્યમથી કૃષિ યુનિવર્સિટીએ અત્યાર સુધીમાં વિવિધ 62 પ્રોજેકટનું અમલીકરણ કરીને ખેડૂતો માટેની ખૂબ સસ્તી અને સરળ ટેકનોલોજી જેવી કે ફળમાખીના નિયંત્રણ માટે ફેરોમેન ટ્રેપ, જૈવિક ખાતર, કેળના થડમાંથી બનાવેલ નોવેલ પ્રવાહી ખાતર વગેરે રાજયમાં જ નહીં પણ દેશમાં ખેડૂતો માટે ઉપયોગી થઈ છે.

નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો.એસ.આર.ચૌધરીએ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના અમલીકરણ થકી ખેડૂતો અને દેશોનો સર્વાગી વિકાસ થયો છે તેમ જણાવતાં ઉમેર્યું કે ખેડૂતોએ ખેતી, બાગાયતી તથા પશુપાલનમાં મૂઝવતાં પ્રશ્નોના નિરાકરણ મેળવવા કૃષિ યુનિ.ના વિવિધ સંશોધન કેન્દ્ર અને તેના વૈજ્ઞાનિકોનો સીધો સંપર્ક કરવા આહવાન કર્યું હતું તથા ખેડૂત પણ એક વૈજ્ઞાનિક છે અને તેમને થયેલ અનુભવો કે કાર્યપદ્ધતિઓ જાણ અત્રેના વૈજ્ઞાનિકોને કરવામાં આવે તો હજુ પણ ખેડૂતલક્ષી અવનવું સંશોધન કરીને ખેડૂતોને મદદરૂપ થવા અમો કટીબદ્ધ છીએ.

આ શિબિરમાં વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. સી.કે.ટીંબડીયાએ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત મંજૂર થયેલ હોલીસ્ટીક ડેવલોપેમેન્ટ ઓફ સાઉથ ગુજરાત પ્રોજેકટમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી, ડાંગ અને તાપી દ્વારા સતત ત્રણ વર્ષ સુધી કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ જેવા કે તાલીમો, લો કોસ્ટ ગ્રીનહાઉસ, સ્મોલસ્કેલ નર્સરી, મત્સ્યપાલનના નિદર્શનો, સંકલિત ખાતર વ્યવસ્થાપન વગેરેની માહિતી પૂરી પાડી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત ડો. વિકાસ નાયક, સહ સંશોધન નિયામકે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કામની સરાહનકર્તા જણાવ્યું કે કે અત્રેની યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતાં વિવિધ સંશોધનો કૃષિ વિજ્ઞાન કેન્દ્રના માધ્યમથી ખૂબ જ ઝડપથી ખેડૂતોના ખેતર સુધી પહોંચાડે છે તથા તેમાં ખેડૂતોને લાભ થયો છે તથા આ સંશોધનો/તજજ્ઞતાઓ એટલા ખેડૂતો કે ગામ પૂરતી સિમિત ન રહેતાં તેનો પ્રચાર અને પ્રસાર ખેડૂતો દ્વારા થાય તે માટે હાંકલ કરી હતી. આ પ્રસંગે ડો. આર.એ.ગુર્જરે લો કોસ્ટ ગ્રીન હાઉસ/નેટ હાઉસમાં કયાં ખેતીપાકો લઈને વધુ આવક મેળવી શકાય તથા ડો. કે.એ.શાહે અળસિયાના ખાતર અને અન્ય કંપોસ્ટ ખાતર બનાવવાની વિવિધ પદ્ધતિ અંગેની માહિતી પૂરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...