તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બળવો:ટિકિટ ન મળતા 50 પેજ પ્રમુખ યુવાનો અને કાર્યકરો ભાજપને રામરામ કહી આપ પાર્ટીમાં જોડાયા

નવસારી23 દિવસ પહેલા
 • ભાજપનું કમળ કરમાવાના એંધાણ અનેક વર્ષોથી વફાદાર કાર્યકરોને ન મળી ટિકિટ

રાજકારણમાં દરેક પાર્ટીનો સુવર્ણયુગ આવતો હોય છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસ પક્ષને હતું કે, કોંગ્રેસનો તપતો સુરજ આથમશે નહીં અને આજ ઓવર કોન્ફિડન્ટએ સુરજને આથમતો કરી દીધો હતો અને ભાજપનું કમળ ખીલી ઉઠ્યું હતું. જ્યારે હવે ભાજપનું કમળ ધીમે ધીમે કરમાવા જઇ રહ્યું છે.

નવસારી ચીખલી તાલુકાના ભાજપાના પેજ પ્રમુખે ભાજપમાંથી છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી ભાજપ અને કોંગ્રેસને લલકારી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર પાટીલે પેજ પ્રમુખને સમિતિ બનાવવાની જવાબદારી આપીને ભાજપને આગળ ધપાવવાનું કામ કર્યું હતું. આ સાથે સંબોધન પણ કર્યું હતું કે, "પેજ પ્રમુખ એક દિવસ ભાજપને આગળ વધારવા અણુબોમ્બનું કામ કરશે." જે હવે ઊલટું થઈ રહ્યું છે. મનગમતી સીટ પરથી ટિકિટ ન મળતા કાર્યકરો નારાજ.ચીખલી તાલુકાના રાનવેલીકલ્લાના પેજ પ્રમુખ ભાજપની કંઠી કાઢીને કેજરીવાલને પસંદ કરી ભાજપને પરાસ્ત કરવા મેદાને પડયા છે.

ભાજપના આયાતી ઉમેદવાર સામે રોષને લઈને યુવાનોએ ચૂંટણી લડવા આપ પાર્ટીનો સહારો લીધો છે. છેલ્લા અનેક વર્ષોથી પાર્ટીને વફાદાર રહેલા યુવાનોને મનગમતી સીટ પરથી ટિકિટ ન મળતા નારાજ કાર્યકરો અને પોતાના 50 પેજ પ્રમુખ યુવાનોએ ભાજપને રામરામ કહીને કેજરીવારની આઇડીયોલોજી અપનાવી હતી અને ચીખલી તાલુકા પંચાયત કચેરીએ તેઓ ફોર્મ ભરવા માટે પહોંચયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો