તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીની ઘટના:અગાઉ બે પત્ની હોવા છતાં પાડોશી શખ્સે લગ્ન માટે દબાણ કરતાં 21 વર્ષીય યુવતીએ જીવન ટુંકાવ્યું

નવસારીએક મહિનો પહેલા
  • યુવતીએ શખ્સના ત્રાસથી કંટાળી ઘરમાં જ ગળાંફાંસો ખાઇ જીવનનો અંત લાવ્યો,
  • માતાએ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો પોલીસે આરોપીની ધરરકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

ક્યારેક વધુ પડતા સંબંધો પણ જોખમી સાબિત થતાં હોય છે જેને કારણે ક્યારેક સંબંધ તોડવા માટે મોતને વ્હાલું કરવાની પણ નોબત આવી શકે છે. આવું જ કંઈક નવસારી તાલુકાના ખેરગામમાં બન્યું છે.

આરોપી સોહેલ અબ્દુલ સમદ મંગેરા
આરોપી સોહેલ અબ્દુલ સમદ મંગેરા

જ્યાં પાડોશી યુવાને લગ્ન માટે દબાણ કરતા 21 વર્ષીય યુવતીએ કંટાળી જઈ જીવન ટૂંકાવ્યુ છે. નવસારીના ખેરગામમાં રહેતો અને કાર લે-વેચનો ધંધો કરતો 5 સંતાનનો પિતા 36 વર્ષીય સોહેલ અબ્દુલ સમદ મંગેરા પોતાની પાડોશમાં રહેતી 21 વર્ષીય યુવતીને લગ્ન માટે સતત દબાણ કરતા યુવતીએ આ સમગ્ર ત્રાસથી કંટાળી જઈને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવતા યુવતીની માતાએએ ગ્રામ્ય પોલીસ મથકમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આત્મહત્યા કરનાર યુવતી
આત્મહત્યા કરનાર યુવતી

ખેરગામમાં રહેતા સમીમબેન મહમદ ભામજી જેમની ઉંમર 45 વર્ષ છે અને તેઓ ઘરકામ કરે છે તેમને પાંચ સંતાન છે જેમાં બે છોકરા અને ત્રણ દીકરીઓ સાથે ખુશહાલ જીવન ગુજારી રહ્યા હતા. બે દીકરાઓ ખેતીનો વ્યવસાય કરી જીવન ગુજારી રહી હતી. જ્યારે ત્રણ પૈકી બે દિકરીના લગ્ન થઈ ગયા હતા ત્યારે નાની દીકરી માતાને સિલાઈ કામ કરીને ઘરમાં મદદરૂપ થતી હતી.સમીમબેન મહમદ ભામજીની પાડોશમાં રહેતો 36 વર્ષીય યુવાન સોહેલ અબ્દુલ સમદ મંગેરા પારિવારિક સંબંધો પણ ધરાવતો હતો અને અવારનવાર ઘરે તેનું આવવા જવાનું હતું. ત્યારે આ શખ્સે તેમની નાની દિકરી પર દાનત બગાડી અગાઉ બે પત્ની અને પાંચ સંતાનો હોવા છતાં પણ તેની સાથે લગ્ન કરવાની જીદ્દ પકડી બેઠો હતો અને અવારનવાર ઘરે આવીને તું મને જાણ કરી ને કેમ બહાર નથી જતી તેવો હક જમાવવાનો પ્રયત્ન કરતો હતો.

યુવતીની માતાએ તું આવું પૂછનાર કોણ એવું કહેતા યુવાને હું તમારો જમાઈ થવાનો છું તેવો ઉડાઉ જવાબ આપીને યુવતીને હેરાન-પરેશાન કરતો હતો. સાથે જ યુવતીની માતાને ધમકી પણ આપતા કહેતો હતો કે તેઓ દીકરીના બીજે લગ્ન કરશે તો તેને બદનામ કરી નાખીશ અને તેની જિંદગી બરબાદ કરી નાખી જેને લઇ આ માનસિક ત્રાસથી 21 વર્ષીય યુવતી કંટાળી ગઈ હતી.ગત 12 જુલાઈના રોજ માતા કામથી બહાર ગઈ હતી અને 21 વર્ષીય યુવતી ઘરે એકલી હતી. ત્યારે તેણે પોતાના રૂમમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પરિવાર પર આભ તુંટી પડ્યુ હતુ.

આ અંગે યવતીની માતાએ પાડોશી શખ્સ સોહેલ વિરુદ્ધ ગ્રામ્ય મથકે આત્મહત્યા માટે ઉશ્કેરી દુષપ્રેરણાને લાગતી ફરિયાદ આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.આ અંગે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.મોરીના જણાવ્યા મુજબ, આરોપી અવારનવાર યુવતીના ઘરે જઈને તેને લગ્ન માટે દબાણ કરતો હતો અને તેને માનસિક ત્રાસ આપતો હતો. જેને લઇને યુવતીએ 12 જુલાઈએ માનસિક ત્રાસથી કંટાળી જઈને જીવન ટૂંકાવી લેતાં યુવતીની માતાએ ગ્રામ્ય પોલીસમાં યુવાન વિરૂદ્ધ ફરિયાદ આપતા તેની ધરપકડ કરવામાં આવી છે અને દુષ્પ્રેરણા હેઠળ ગુનો નોંધીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...