તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખાતરનો ભાવ વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો રાજ્યના ખેડૂતોનું 19મીએ ઉપવાસ આંદોલન

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસના અગ્રણીઓનું અધિક કલેક્ટરને આવેદન

નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસના અગ્રણીઓ હિમાંશુ વશી, હિમાંશુ નાયક, આનંદભાઈ દેસાઇ અને દિનેશ પટેલ સહિત કાર્યકરોએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ઉદ્દેશીને રાસાયણિક ખાતરનો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવા માટે અધિક કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું કે હાલ કોરોના બેહાલી વચ્ચે ખાતરના ભાવમાં 50 ટકા સુધી ભાવ વધારો કરી ખેડૂતોને પડયા ઉપર પાટુ સમાન છે. જેથી જુના ભાવે ખાતર આપવામાં આવે, ખેડૂતોને ખાતરના અભાવે સિઝન બગડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

એક તરફ સરકાર 2022 સુધીમાં આવક બમણી થઈ જશે એવા દાવા કરે છે પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા ખેડૂતોની આવક ગત વર્ષ કરતા અડધી થઈ જાય તેવા સંજોગો ઉભા થયા છે. કોરોના કાળમાં ખાતરના ભાવોમાં વધારો થાય એ સરકારની નાકામિયાબી કહી શકાય એમ છે.

સરકારે ભાવ બાબતે ખેડૂતોને ગુમરાહ કર્યા
સરકાર ગત ફેબ્રુઆરીમાં ખાતરમાં ભાવ વધારો કરનાર હતી પરંતુ સરકાર ખેડૂતોને ભાવવધારો કરાશે નહીં તેમ જણાવી ગુમરાહ કરતી હતી. ખેડૂતોને ગુમરાહ કરી ચૂંટણી જીતી ગયેલી ભાજપ સરકારે ભાવ વધારો પાછી ખેંચ્યો નથી. જેને લઈને આગામી 19મી મે એ ગુજરાતના હજારો ખેડૂતો ઉપવાસ આંદોલન કરશે. > હિમાંશુ વશી, ચેરમેન, કિસાન કોંગ્રેસ, નવસારી.

અન્ય સમાચારો પણ છે...