બિરસા મુંડા જન્મ જયંતિ:મહાન આદિવાસી નેતાની 146મી જન્મ જયંતિની નવસારી જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી થઈ

નવસારી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી નૃત્ય અને સંગીતના તાલે શોભાયાત્રાનું આયોજન કરાયું

આદિવાસી મહાન નેતા અને સમાજમાં શૈક્ષણિક સ્તરે પ્રદાન આપનાર મહાન નેતા બિરસા મુંડાની 146 મી જન્મ જયંતી ની ઉજવણી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં થઇ હતી જેમાં આદિવાસી આગેવાનોએ સમાજને એક રૂપ થવા માટે હાકલ કરી હતી.નવસારીમાં વસતા આદિવાસી સમાજના આગેવાનો અને સમાજના ભાઈ બધુઓએ ભેગા થઈને આદિવાસી નૃત્ય અને સંગીતના તાલે લુન્સીકુઈ સુધી શોભા યાત્રાનું આયોજન કર્યું હતું સાથે જ સંકલ્પ કર્યો હતો કે આવતા વર્ષે બિરસા મુંડા માર્ગ ઉપર તેમની પ્રતિમા લાગશે આદિવાસી સમાજે 21મી સદીમાં ઉત્તરોતર પ્રગતિ કરીને પોતાની પ્રતિભાને દર વખતે સાબિત કરી છે.

વિવિધ ક્ષેત્રો માં પ્રતિભાશાળી યુવાનો એ કાઠું કાઢ્યું છે.વાંસદા તાલુકાના આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઇઓ બહેનો વાંસદા ગાંધીમેદાનમાં ભેગા થયાં ત્યાંથી શોભાયાત્રા ના રૂપે આદિવાસી પરંપરાના વિવિધ વાદયો- નૃત્યોના સંગીત સાથે વાંસદા નગરમાં થઈને ગઢી ધર્મશાળામાં સભા રૂપે ભેગા થયા હતા ત્યાં બિરસા મુંડાના જીવન કવન વિશે વાતો કરવામાં આવી . વાંસદા ના ખાભલા ઝાપા નજીક આવેલ કુકણા સમાજ ભવનના પટાગણમાં મહાન ક્રાંતિકારી જનનાયક બિરસા મુંડા ની પ્રતિમાનું અનાવરણ કરી ને ૧૪૬ મી બિરસા મુંડા જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સહિત સર્વ સમાજ ઉપસ્થિત રહ્યો હતો.બિરસા મુંડાની પ્રતિમાને આદિવાસી સમાજના આગેવાનો અને ધારાસભ્ય દ્વારા ફુલહાર કરી ને પૂજા કરવામાં આવી હતી તો આદિવાસી વાઝીંત્રો પણ વગાડવામાં આવ્યા હતા સાથેજ એક રેલી પણ કાઢવામાં આવી હતી જે વાંસદા તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં ફરી ને વાંદરવેલા ખાતે પોહચી હતી.

અન્ય સમાચારો પણ છે...