તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવાજી જયંતિ:મીની મહારાષ્ટ્ર કહેવાતા વિજલપોર વિસ્તારમાં આવતીકાલે શિવાજી જયંતિ ઉજવવા થનગનાટ જોવા મળ્યો

નવસારી9 દિવસ પહેલા
 • કૉપી લિંક

નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ કાલે શિવાજી જયંતિની ઉજવણી કરવામાં આવશે. નવસારી શહેરને અડીને આવેલા વિજલપોરમાં છેલ્લા 20 વર્ષથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જંયતિની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રી શિવ છત્રપતિ યુવા મંડળ દ્વારા જન્મ જંયતિની ઉજવણીના ભાગરૂપે રેલી કરવામાં આવશે. જોકે આ વર્ષે કોરોના મહામારીને કારણે માત્ર 200થી 300 લોકો જ આ રેલીમાં યોજાશે.

મીની મહારાષ્ટ્ર વિજલપોર

નવસારી શહેરને અડીને આવેલા વિજલપુર વિસ્તારમાં રહેતા શિવ છત્રપતિ યુવા મંડળ દ્વારા 20 વર્ષથી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી ધામધુમથી ઉજવે છે ત્યારે આવતીકાલે 19મી ફેબ્રુઆરી આશાપુરી મંદિરથી વિઠ્ઠલ મંદિર સુધી મહા રેલી નીકળશે. ઢોલ નગારા અને સંગીતના તાલે આ રેલી અસલ મહારાષ્ટ્રીયન અંદાજમાં રોડ પરથી પસાર થાય છે. દર વર્ષે આ રેલીમાં 2000 વધુ રાષ્ટ્રીય સમાજ તથા અન્ય સમાજના આગેવાનો અને લોકો જોડાય છે ત્યારે આ વખતે કોવિડના સંક્રમણને લઈને આયોજકોએ રેલીમાં માત્ર ૨૦૦ થી ૩૦૦ લોકો જોડાય એવું આયોજન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો