• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Thalassemia Is Not A Minor But A Major Fatal Disease. Thalassemia Testing Is Required Before Marriage To Prevent The Birth Of Major Children.

નાબૂદી અિભયાન:થેલેસેમિયા માઇનર નહીં મેજર જીવલેણ રોગ છે; મેજર બાળકોનો જન્મ અટકાવવા લગ્ન પહેલા થેલેસેમિયા પરીક્ષણ જરૂરી છે

નવસારી9 દિવસ પહેલાલેખક: નીલ નાયક
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

થેલેસેમિયા એક ગંભીર વારસાગત લોહીના રક્તકણોની ખામીથી થતો રોગ છે. લોહીમાં રક્તકણ તૂટેલા હોય તો એ થેલેસેમિયા મેજરના લક્ષણો છે અને જો રક્તકણ પ્રમાણમાં નાના હોય તો એ થેલેસેમિયા માઇનર છે. થેલેસેમિયા જન્મથી જ હોય છે અને જીવનપર્યત રહે છે.

થેલેસેમિયા માઇનરએ રોગ નથી, પરંતુ થેલેસેમિયા મેજર એ જીવલેણ રોગ છે. પતિ-પત્નિ બન્ને થેલેસેમિયા માઇનર હોય તો તેમનું સંતાન થેલેસેમિયા મેજર થવાની શક્યતા છે. જ્યાં સુધી લોહીની ચકાસણી ન કરવામાં આવે ત્યાં સુધી એ વિશે જાણી શકાતું નથી.

થેલેસેમિયા શું છે, એ વિશે માહિતી આપતો પ્રચાર, રક્ત-પરિક્ષણ માટે યુવાવર્ગમાં જાગૃતિ, દરેક તબક્કે માર્ગદર્શન મેળવવાની તત્પરતા જ થેલેસેમિયાનો અંત લાવી શકે છે. નવસારીમાં હાલમાં કુલ 78 બાળકો થેલેસેમિયા મેજર છે. રક્તકણ ન બનવાને કારણે થેલેસેમિયા બાળકોને સમયાંતરે રક્ત ચઢાવવું પડે છે.

નવસારીની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા થેલેસેમિયાના બાળકોને વિનામૂલ્યે રક્ત આપવાની કામગીરી કરવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં રેડક્રોસે 5045 યુનિટ રક્ત વિનામુલ્યે આપ્યું છે. નવસારીમાં થેલેસેમિયાને નાબુદ કરવા નવસારી રેડક્રોસ સોસાયટી સતત પ્રયત્નશીલ રહી છે. જેના અર્થે રેડક્રોસની ટીમ કોલેજોમાં થેલેસેમિયા તપાસ કેમ્પ થકી અટકાવવાના પ્રયત્ન કરે છે.

થેલેસેમિયા માઇનર પુરૂષ અને સ્ત્રીના બાળકને થેલેસેમિયા એક ગંભીર બીમારી રૂપે મળે છે. પરિવારના માનસિક આર્થિક સંતાપોથી બચવા અને સંતાનોને નાની ઉંમરે જ મૃત્યુનો ભોગ બનતા લગ્ન પહેલાં થેલેસેમિયા પરિક્ષણ કરાવો, જેથી થેલેસેમિયા મેજર બાળકનો જન્મ અટકાવી દેશના યુવાધનનું અકાળે મૃત્યુ અટકાવી શકાય છે.

નવસારીમાં થેલેસેમિયા મેજર બાળકોની સંખ્યા

વર્ષબાળકોની સંખ્યાચઢાવવામાં આવેલ રક્ત
2017-201865984
2018-201972961
2019-2020721034
2020-2021721038
2021-2022781028

થેલેસેમિયા આનુવંશિક ખામીથી થાય છે

થેલેસેમિયા માઇનર અને મેજર બન્ને આનુવંશિક ખામીથી થાય છે. જ્યારે માતા-પિતા બન્નેમાંથી કોઇપણ એક થેલેસેમિયા માઇનર હોય ત્યારે 50% બાળકો સામાન્ય અને 50% બાળકો થેલેસેમિયા માઇનર જન્મવાની શક્યતા છે. જ્યારે માતા-પિતા બન્ને થેલેસેમિયા માઇનર હોય ત્યારે 25% થેલેસેમિયા મેજર અને 50% બાળકો થેલેસેમિયા માઇનર જન્મવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...