તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ શમ્યો:નવસારી-વિજલપોર ન.પા.માં હોદા માટે ચાલતી ખેંચતાણનો અંત, આજે વધુ ચાર હોદેદારોએ પોતાની ચેમ્બરમાં પ્રવેશ લીધો

નવસારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગઈ કાલે બે નગરસેવકોએ હોદ્દો ઓનો સ્વીકાર કર્યો હતો

નવસારી વિજલપોર નાગરપાલિક માં ટાઉન પ્લાનિંગમાં નગરસેવકોની ફેરબદલી થી શરૂ થયેલો વિવાદ છેક આજે અઠવાડિયા બાદ શમ્યો છે,છેલ્લા અઠવાડિયા થી ચાલતી ચર્ચા મુજબ જલાલપોર ના ધારસભ્ય આર.સી.પટેલને વિશ્વાસ માં ન લેતા સંભવિત રીતે તેમના ઇશારાથી 20 નગરસેવકો એ કુત્રિમ નારાજગી વ્યક્ત કરી હતી.

પાલિકામાં હોદાની ખેંચતાણનો મામલો

સમગ્ર મામલો પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલના દરબાર સુધી પહોંચ્યો હતો, ત્યારે પોતાના મતવિસ્તારમાં વિવાદ ને શાંત કરવા માટે પાટીલે બે નગરસેવકો ને બોલાવી તેમનો હોદ્દો સ્વીકારવા માટે જણાવ્યા બાદ ગઈ કાલે બે હોદ્દેદારોએ પાલિકામાં જઇ તેમની જગ્યા લેતા નારાજ હોદ્દેદારોમાં ફાટફૂટ ઉભી થઇ હતી,જે બાદ આજે બાકીના ચાર નારાજ નગરસેવકોએ પણ ચાલતી ચર્ચા મુજબ પાટીલ ના આદેશથી હોદ્દાઓ ગ્રહણ કર્યા છે.

વિજલપોરના રાજકીય પંડીતો ના કહેવા મુજબ તેમના વિસ્તારમાં ધારાસભ્ય આર.સી.પટેલનો દબદબો અને પ્રભાવ 20 વર્ષ માં પહેલી વખત ઓછો થયો તેવું ચિત્ર ઉપસી આવ્યું છે,જેના અનેક કારણો હોઈ શકે છે,પણ 6 હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યા બાદ ફરીવાર તેજ પદ સ્વીકારનાર નગરસેવકો પ્રેક્ટિકલ બનીને લીધેલા આજના નિર્ણય ને પાલિકા વર્તુળ એ પણ આવકર્યો છે અને હવે આગામી સમયમાં શહેરના વિકાસમાં ખૂટતી કડીઓને જોડી તમામ નગરસેવકો શહેરને પેરિસ બનાવવાના ભૂતકાળના શાસકોના સપનાને સાકાર કરશે તેવી આશા શહેર રાખી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...