તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માતના CCTV:નવસારીમાં રસ્તો ઓળંગતા યુવકની માથે ટેમ્પો ફરી વળ્યો, ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

નવસારી4 મહિનો પહેલા
અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ - Divya Bhaskar
અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
  • ટેમ્પો ચાલકે ઉડાવતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી
  • નવસારીના નેશનલ હાઈવે નં. 48 પર બનાવ બન્યો
  • ગ્રામ્ય પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

નવસારીના હાઈવે નં. 48 પર રોડ ક્રોસ કરવા જઇ રહેલા યુવકને એક આઇશર ટેમ્પો ચાલકે ઉડાવ્યો હતો. ગંભીર ઇજાઓ પહોંચતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવક વલસાડનો રહેવાસી હતો અને નવસારીમાં નોકરી હતો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. નવસારી ગ્રામ્ય પોલીસે સીસીટીવીના આધારે આઇશર ચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

રસ્તો ક્રોસ કરતી વખતે ટેમ્પોએ યુવકને ઉડાવ્યો
બનાવની વિગતો એવી છેકે, મૂળ વલસાડનો રહેવાસી તરલ પટેલ(ઉ.વ. 32) નવસારીમાં એક ખાનગી ઓફિસમાં નોકરી કરતો હતો. સાંજે 6.30 વાગ્યાની આસપાસ યુવક ઘરે જઇ રહ્યો હતો. એ દરમિયાન ચા પીવા માટે યુવક રસ્તો ક્રોસ કરવા જતાં ત્યાંથી પસાર થતાં આઇશર ટેમ્પો ચાલકે યુવકને અડફેટે લીધો હતો અને તેના પર ટેમ્પો ચડાવી દીધો હતો. અકસ્માત કર્યા બાદ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો હતો.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
નેશનલ હાઈવે ન. 48 પર અડીને આવેલા ટોયોટાના શોરૂમ પાસે આ સમગ્ર ઘટના બની હતી. જે સીસીટીવીમાં કેદ થઇ હતી. બનાવ અંગે મૃતકના ભાઈ દ્વારા ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવીના આધારે આગળની કાર્યાવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો