તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોસમનો સૌથી ઠંડો દિવસ:નવસારીમાં તાપમાન 5.8 ડિગ્રી ગગડી 8.4, જિલ્લાના ઇતિહાસમાં સૌથી નીચુ તાપમાન 17 જાન્યુઆરી 2020ના રોજ 4 ડિગ્રી નોંધાયું હતું

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં 5 ડિગ્રી કે તેથી નીચું તાપમાન છેલ્લા 25 વર્ષમાં માત્ર 3 વાર નોંધાયું છે, 1997માં 5, 2018માં 4.5 અને 2020માં 4 ડિગ્રી

ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે છેલ્લા એક સપ્તાહમાં તાપમાનમાં છેલ્લા સતત ઘટાડો જોવા મળ્યો હો. જેમાં એક જ દિવસમાં 5.8 ડિગ્રીનો ઘટાડો થઈ 8.4 ડિગ્રી જોવા મળ્યું હતું. સોમવારે પવનની ગતિ પ્રતિ કલાકે 5.6 કિમી રહી હતી. જયારે ભેજનું પ્રમાણ પણ વધ્યું હતું. હાલમાં ઉત્તર અને પૂર્વ ભારતમાં હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાતા વર્ષના છેલ્લા સપ્તાહમાં ઠડીનું જોર વધશે તેવું કૃષિ હવામાનશાસ્ત્રીએ જણાવ્યું હતું.

નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં તાપમાનમાં ભારે ઉલટફેર જોવા મળ્યો હતો. 27મીને રવિવારે લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે 28મીને સોમવારે 5.8 ડિગ્રીનો ઘટાડો થઈ 8.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના આબોહવા વિભાગમાંથી મળતી માહિતી મુજબ મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 8.4 લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે હવામાં ભેજનું પ્રમાણ સવારે 87 ટકા રહ્યું હતું. બપોરે તેમાં ઘટાડો થતા 45 ટકા નોંધાયું હતું. જ્યારે પવન પ્રતિ કલાકે 5.6 કિ.મી. ઝડપે ફૂંકાયો હતો. આબોહવા તજજ્ઞોએ આપેલ માહિતી પ્રમાણે ઉત્તર અને પૂર્વ વિભાગમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ફૂંકાતા ઠંડા પવનની દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી હતી. છેલ્લા સપ્તાહમાં લઘુત્તમ તાપમાન જોવા જઈએ તો 22મીએ 10 ડિગ્રી, 23મી 9.4 ડિગ્રી અને 28મીએ 8.2 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી ઠંડીને કારણે લોકોએ ગરમ વસ્ત્રો પહેરવા મજબૂર બન્યા હતા. નવા વર્ષની શરૂઆતમાં કોલ્ડ વેવને કારણે ઠંડીની અસર જોવા મળશે.

વર્ષની શરૂઆતમાં પવનનું જોર વધતા હજુ ઠંડી વધશે
ઉત્તર અને પૂર્વ ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને પગલે ઠંડા પવનોને કારણે તેની અસર દક્ષિણ ગુજરાતમાં પણ પડશે. વર્ષ-2021ના પ્રથમ અઠવાડિયામાં પવનની ગતિ વધતા ઠંડીનું જોર વધશે. નવા વરસના પ્રથમ અઠવાડિયામાં વાતાવરણ ઠંડુ રહેશે એવી ભારત મોસમ હવામાન વિભાગ તરફથી માહિતી મળી છે. > ડો.પ્રવિણસિંહ કે.પરમા, કૃષિ હવામાન શાસ્ત્રી, નવસારી કૃષિ યુનિ.

25 વર્ષમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન

તારીખ

લઘુત્તમ તાપમાન (ડિગ્રી)

27-12-199611.5
16-1-19975
18-1-19987
13-1-19998.5
15-1-20009
8-1-20018
28-1-20028.5
1-1-20039.5
3-1-20049.5
18-1-20059.5
24-1-200610
16-12-200711.5
27-1-20086.8
31-12-200910.5
14-1-20109.2
18-1-20108.5
9-2-20106.2
6-1-20137.4
15-12-20147.5
22-12-20158
25-1-20168
25-12-20178.5
27-12-20184.5
9-2-20197
17-1-20204

22થી 28 ડિસેમ્બર દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાન

તારીખમહતમ તાપમાન

લઘુત્તમ તાપમાન (ડિગ્રી)

22 ડિસેમ્બર3110
23 ડિસેમ્બર31.૩9.4
24 ડિસેમ્બર૩૦.211.1
25 ડિસેમ્બર25.313
26 ડિસેમ્બર33.715.5
27 ડિસેમ્બર31.514.2
28 ડિસેમ્બર278.4
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો