તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કવચ:બીલીમોરાના ટેલરે કોવિડ સેવા આપતા તબીબો માટે બનાવ્યા 40,000 PPE સૂટ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના પ્રારંભે જ નવસારી જિલ્લામાં બનાવાયું કવચ

કોરોનાના પ્રારંભે એકતરફ કેસો સતત વધી રહ્યા હતા ત્યારે કોરોના સંક્રમણથી બચવા માટે સૌથી વધુ પીપીઈ કિટ (પર્સનલ પ્રોટેક્શન ઈકવિપમેન્ટ)ની માંગ વધી હતી. તે સમયે સરકાર પાસે પણ ગણતરીની પીપીઇ કીટ હતી. કંપની દ્વારા મોટા પ્રમાણમાં પીપીઈ કિટ બનાવવાની ઝુંબેશ ઉપાડવામાં આવી હતી, ત્યારે નવસારી જિલ્લાના બીલીમોરાના ટેલરને 40,000 પીપીઇ સૂટ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો.

આ કીટ કોરોનાની મહામારીમાં કોરોના સંક્રમિત દર્દીઓ તેમજ સંક્રમિત દર્દીઓની સારવાર કરતાં ડોક્ટરો અને નર્સો સહિતના દર્દીઓની સેવામાં કાર્યરત તમામને કોરોનાના સંક્રમણથી બચાવવા જે સૂટ પહેરાવવામાં આવે છે. ઘણી કંપનીઓ આ પીપીઈ સૂટ બનાવવામાં લાગી હતી. જેમાં બીલીમોરાના પ્રશાંતભાઈ ટેલરને પણ 40 હજાર પીપીઈ સૂટ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. તેમણે સમગ્ર ઓર્ડર તેમણે નહીં નફો નહીં નુકસાનના ધોરણે લીધો હતો.

કોરોનાના કપરા કાળમાં લોકોની રોજગારી છીનવાઈ ગઈ હતી. ઘણા લોકો આર્થિક સંકડામણમાં આવ્યા હતા ત્યારે તેમણે 30 થી 35 જેટલા માણસને પીપીઈ કીટ બનાવવાનું કામ આપી તેમને રોજગારી પૂરી પાડી હતી. તે સમયે એક પીપીઈ કિટ રૂ. 600 થી 650માં વેચાણ થતી હતી. જોકે હાલ મોટી સંખ્યામાં તેનું ઉત્પાદન થયુ હોય તેની કિંમત પણ ઓછી થઈ છે. આ કીટ નોન વુવન મટિરિયલમાંથી બનાવવામાં આવે છે. આ સૂટમાં પહેરનારની આખું શરીર ઢંકાઈ જાય છે. માત્ર મોઢાનો ભાગ જ ખુલ્લો રહે છે. આ પીપીઈ કીટ પ્રશાંતભાઈએ સમયસર બનાવી પહોંચાડી દીધાં હતાં. હાલમાં ઘણી જગ્યાએ પીપીઈ સુટનું ઉત્પાદન થઈ રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો