તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજગાર માટે કમઠાણ:દિવસે દુકાન ખોલનારા, રાત્રે અપડાઉન કરનારા પર તવાઇ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામાનો ભંગ કરનાર બુક સેલર્સ-સલૂન માલિકની અટક

નવસારી શહેરમાં કોરોના મહામારીને લઇને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે તે અંતર્ગત મેડિકલ અને ડેરીની દુકાનોને ખોલવા માટે જ પરમિશન આપવામાં આવી છે ત્યારે કારણ વગર દુકાન ખોલનારા બે બુકસેલર્સ અને ચાની દુકાનના માલિકની જાહેરનામા ભંગ બદલ અટક કરી હતી.

નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક ઋષિકેષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ નવસારી ટાઉન વિસ્તારમાં નવસારી કલેકટર દ્વારા કોરોના મહામારી કોવિડ -19 અનુસંધાને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને નવસારી ટાઉન પીઆઈ એમ.પી.પટેલ એ સર્વેલન્સ સ્કવોર્ડના માણસોને અસરકારક કામગીરી કરવા જણાવ્યું હતું. જે અન્વયે 7મી એપ્રિલે નવસારી ટાઉન પોલીસ શનના સર્વેલન્સ સ્કવોર્ડ નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન વિકાસ વન-વે માં આવેલ સલુનની દુકાન તેમજ ચાંદની મોલ સામે આવેલ ન્યુ કોલેજ સ્ટોર તથા મનસુખલાલ એન્ડ સન્સ નામની સ્ટેશનરીની દુકાનના સંચાલકોએ પોતાની દુકાન ખોલી કલેકટરના જાહેરનામાનો ભંગ કર્યો હોય જે અનુસંધાને દુકાનના સંચાલકની અટક કરી હતી.

નવસારીમાં કરફ્યૂની કડક અમલવારીમાં અતિશયોક્તિ
નવસારીમાં 28 માર્ચથી કોરોનાના સંક્રમણનો કડક અમલ માટે રાત્રિ કરફ્યૂનો આદેશ કરાયો છે ત્યારે રાત્રિના 8 વાગ્યા બાદ કોઈપણ રાજમાર્ગ પર દેખાય તેની સામે જાહેરનામા ભંગ બદલ કેસ કરાઇ રહ્યા છે. નવસારીમા આવવા જવાના માર્ગો પર પોલીસ કડક કાર્યવાહી કરી પોતાની ફરજ બજાવી રહી છે, પરંતુ લોકો સુરતથી કામ-ધંધા આટોપી નવસારી પરત આવે છે ત્યારે થોડું મોડું થઇ જતાં પોલીસ ઘડિયાળના કાંટે ફરજ બજાવી કરફ્યૂનો કડક અમલ કરી અપડાઉન કરનારા લોકોની સામે કાયદાનો કોરડો વીઝીં રહી છે. જોકે, આ કામગીરીમાં અતિશયોક્તિ થતી હોવાનો લોકોએ રોષ ઠાલવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...