નવસારી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમમાં તપસ્યા નારી સેવા સમિતિ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કિન્નર સમાજને માર્ગદર્શન અપાયું હતું. નવસારી જિલ્લા ચૂંટણી અધિકારીઓ, પ્રાંત અધિકારી રાજેષ બોરડ, નવસારી મામલતદાર પ્રશાંત ગામીત, નવસારી-વિજલપોર નગરપાલિકા ચીફ ઓફિસર વસાવા, ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશ વશી અને તપસ્યા નારી સેવા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ રિષીદા ઠાકુરની ઉપસ્થિતિમાં પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં કિન્નર સમાજના 50 જેટલા પ્રતિનિધિઓની હાજરીમાં મતદાન જાગૃતિ સભા યોજાઇ હતી.
અર્ચના ઘોસલકર, પ્રીતિબેન ખત્રીએ પ્રાર્થન રજૂ કર્યા બાદ મહાનુભાવોના હસ્તે તથા મુસ્કાન કુંવરબા અને પ્રકૃતિકુંવરબાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. લોકશાહીમાં દરેક નાગરિકને મતદાન કરી સરકાર રચવાનો અધિકાર બંધારણે આપ્યો છે. તેનો દરેક મતદાર પવિત્ર મત આપી લોકશાહીના મહાપર્વને ઉજાગર કરે. મતદાનનો અધિકાર સર્વ નાગરિકોને મળ્યો છે તેનો ઉપયોગ કરવો. ઉપરોક્ત શબ્દો પ્રાંત અધિકારી રાજેષ બોરડેએ જણાવ્યા હતા. નવસારી-વિજલપોર નગરપાલિકા ચીફ ઓફિસર વસાવાએ મતદાનથી કોઈ વંચિત નહીં રહે તે માટે અપીલ કરી હતી. ઉત્કર્ષ મંડળના હરેશ વશીએ મતદાધિકારનો ઉપયોગ કરી પસંદગીની સરકાર રચવા નિમંત્રણ આપ્યું હતું.
કિન્નર સમાજના પ્રકૃતિકુવંરબાએ સમાજથી ભિન્ન નથી તેમ જણાવી લોકશાહીમાં મતદાન કરવા જણાવ્યું હતું. તપસ્યા નારી સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ રિષિદા ઠાકુરે પણ ચૂંટણીમાં મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે અપીલ કરી, આભાર માન્યો હતો. સભા સંચાલન ઉત્કર્ષ મંડળના મંત્રી દિલીપ નાયકે કર્યું હતું. સભામાં કિન્નર સમાજના સભ્યો હાજર રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.