પાખંડી તાંત્રિકની કળા:ગણદેવીની બે બહેનો પર દુષ્કર્મ આચરતાં પહેલાં તાંત્રિકે રૂપિયાનો વરસાદ પાડતો હોવાનો વિડિયો બતાવી તેમને વિશ્વાસમાં લીધી હતી

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી તાંત્રિકનો સેવક અબ્દુલ પઠાણ, વચ્ચે તાંત્રિક વિષ્ણુ મહારાજ અને જમણે સેવક સુરેશ પટેલ. - Divya Bhaskar
ડાબેથી તાંત્રિકનો સેવક અબ્દુલ પઠાણ, વચ્ચે તાંત્રિક વિષ્ણુ મહારાજ અને જમણે સેવક સુરેશ પટેલ.
  • તાંત્રિકે પિતા અને દીકરીને લાખાપોર ગામમાં રૂપિયાનો વરસાદ કર્યો હોવાનો વિડિયો બતાવ્યો હતો

નવસારીના ગણદેવીની બે બહેનો પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર તાંત્રિકની ધરપકડ કરી પોલીસ પૂછપરછ કરી રહી છે, જેમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે કે બંને બહેનો પર દુષ્કર્મ આચરતાં પહેલાં તાંત્રિક વિષ્ણુ મહારાજે બંને બહેનો અને તેના પિતાને લાખાપોર ગામમાં રૂપિયાનો વરસાદ પાડ્યો હોવાનો વિડિયો બતાવી વિશ્વાસમાં લીધાં હતાં. ત્યાર બાદ બંને બહેનોને શિકાર બનાવી હતી.

આ પણ વાંચો, અક્ષરશઃ ફરિયાદ

ઘટના શું હતી?
નવસારી જિલ્લાના ગણદેવીની બે બહેનો પર નંદુરબારના તાંત્રિક વિષ્ણુ મહારાજે તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું. તાંત્રિક વિધિના નામે બંને બહેનેના પિતા પાસેથી 50 હજાર રૂપિયા પણ પડાવ્યા હતા. પહેલાં મોટી બહેન, બાદમાં નાની અને સગીર બહેનને પણ શિકાર બનાવી હતી. જોકે બંને બહેનો ગર્ભવતી થતાં આખો મામલો સામે આવ્યો હતો. જેથી ગણદેવી પોલીસે તાંત્રિક વિષ્ણુ મહારાજ અને તેના બે સેવકની ધરપકડ કરી હતી. હાલ ત્રણેય રિમાન્ડ પર છે અને પૂછપરછ ચાલી રહી છે.

આ પણ વાંચોઃ તાંત્રિક વિધિમાં જ લગ્ન કરી સુહાગરાતના નામે દુષ્કર્મ આચર્યું

તાંત્રિક વિધિ કરી દરેકની સમસ્યા હલ કરતો હોવાનું જણાવ્યું હતું
હવસખોરો મંત્રતંત્રની જાળમાં ભલાભોળા લોકોને ફસાવી તેમની આબરૂ સાથે ગંદી રમત રમી રહ્યા છે. છતી આંખે દિવ્યાંગ બનેલા પિતાએ પોતાની બંને પુત્રીની ઇજ્જત ગુમાવવાનો વારો આવ્યો છે. હવસખોર વિષ્ણુએ રામપ્રકાશનો વિશ્વાસ સંપાદન કરવા માટે તેને અને મોટી પુત્રી દિવ્યાને લાખાપોર ગામે પોતે રૂપિયાનો વરસાદ પાડતો હોવાનો દેખાવ મોબાઇલ ફોનમાં બતાવ્યો હતો, જેમાં તે તમામ તાંત્રિક વિધિ કરી દરેકની સમસ્યા હલ કરતો હોવાનું જણાવ્યું હતું. આ તાંત્રિકે કેટલી યુવતીઓની જિંદગી સાથે રમત રમી એ અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મુદ્દે પોલીસ ઊંડી તપાસ કરે તો આ નૌટંકીબાજ તાંત્રિકનાં ઘણાં કૌભાંડો બહાર આવવાની શક્યતા છે.

તાંત્રિકે 14 લગ્ન કર્યાં છે, હાલ બે પત્ની અને 7 બાળક સાથે રહે છે
રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓની પૂછતાછ કરતાં તાંત્રિક વિષ્ણુએ ભોગ બનનારી બંને યુવતીને ફરિયાદીના ઘરે, રાનકૂવા તેમજ તેના ઘરે નંદુરબારમાં વાસનાનો શિકાર બનાવી હોવાનું જણાવ્યું હતું. રિમાન્ડ દરમિયાન આરોપીઓને ઘટનામાં વાપરવામાં આવેલાં મોબાઇલ, કાર, એક્ટિવા, ગુના સમયે ઉપયોગમાં લેવાયેલાં કપડાં સહિતનો મુદ્દામાલ જપ્ત લીધો હતો. રિમાન્ડ દરમિયાન આરોપી તાંત્રિક વિષ્ણુ 14 જેટલાં કહેવાતાં લગ્ન કર્યાં હોવાનું જણાવ્યું હતું. તે મહિલાઓને આ જ રીતે ભોળવીને તેમની સાથે દુષ્કર્મ આચરતો હતો. હાલ તેની સાથે બે પત્ની અને 7 બાળક રહે છે.