તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:નવસારી જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ તાપમાન 31 અને લઘુત્તમ 25.5 ડિગ્રી નોંધાયું

જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહી મોસમ વિભાગે કરી હતી. જોકે મંગળવારે જિલ્લામાં વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ બન્યું હતું પણ સવારે આકાશમાં કાળા વાદળો છવાયા બાદ વરસાદ પડ્યો ન હતો. જો કે મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહ્યું હતું. નવસારી જિલ્લા પ્રશાસન દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ભારતીય મોસમ વિભાગ દ્વારા 4થી 6 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતનાં વિસ્તારો તેમજ નવસારી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી બે દિવસમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ બન્યું
આ સમયગાળા દરમિયાન લાઈન ડિપાર્ટમેન્ટનાં તમામ અધિકારીઓએ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી રાખવા જણાવ્યું હતું અને તૈયારી સાથે હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા તેમજ ડિઝાસ્ટર પ્લાન મુજબ કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. ખાસ કરીને જિલ્લાનાં નદી કિનારે આવેલા ગામોના નિચાણવાળા વિસ્તારોમાં તકેદારીના પગલાં લેવા અને કોઈ ઘટના બને તો તાત્કાલિક કન્ટ્રોલ રૂમને જાણ કરવા જણાવ્યું હતું. મંગળવારે સવારે વાદળછાયુ વાતાવરણ હતું પરંતુ વરસાદ નોંધાયો ન હતો. નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી મળતી માહિતી મુજબ મંગળવારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી રહ્યું હતું. જયારે ભેજનું પ્રમાણ સવારે 92 ટકા અને બપોર બાદ 81 ટકા નોંધાયું હતું. જયારે પવન પ્રતિ કલાકે 6 કિમીની ઝડપે ફૂંકાયો હતો. આગામી બે દિવસમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...