તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Talking About Sub safety, Tantra's Containment Zone Poll Opened, A Positive Person In Vijalpur Area Kept Going Home With His Family.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:સબ સલામતની વાતો કરતા તંત્રના કન્ટેનમેન્ટ ઝોનની પોલ ખુલી, વિજલપુર વિસ્તારમાં પોઝિટિવ વ્યક્તિ પરિવાર સહિત વતન જતો રહ્યો

નવસારી12 દિવસ પહેલા
 • પહેલી તારીખે પ્રકાશ ભારતીય પોઝિટિવ જાહેર થયો હતો
 • પોઝિટિવ વ્યક્તિ પ્રવાસ કરશે ત્યાં કોરોના સંક્રમણ ફેલાવાનો ભય ઉભો થયો

નવસારી જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સબ સલામતની વાતો કરે છે. ત્યારે તંત્રના નાક નીચેથી એક પોઝિટિવ વ્યક્તિ સહિત સમગ્ર પરિવાર સંભવિત રીતે તેમના વતન જવા માટે નીકળી ગયો છે. પોઝિટિવ વ્યક્તિના ઘરના પરિસરને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે. અને હોમગાર્ડ કે પોલીસ કર્મી તે વિસ્તારમાં ફરજ પર મૂકવામાં આવે છે. જેથી સંક્રમિત વ્યક્તિ બહાર ન આવે અને અન્યને સંક્રમણ ન ફેલાવે તેનો ઉદ્દેશ હોય છે.કન્ટેન્મેન્ટ ઝોન કેટલું મજબૂત હોય છે તેની પોલ ખુલી

નવસારી આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ 38 વર્ષીય જયપ્રકાશ ભારતીય વિજલપુરના રેવા નગરમાં રહે છે. અને ભંગારનો વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે. ત્યારે તેમના પરિવારમાં છ વ્યક્તિઓ રહે છે. 1 મેએ જયપ્રકાશ ભારતીય કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારે રેવા નગરના જે ઘરમાં રહે છે તેના આજુબાજુના પરિસરને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે એકાએક પોઝિટિવ વ્યક્તિ જયપ્રકાશ ભારતીય સહિત સમગ્ર પરિવાર ઘર બંધ કરીને સંભવિત રીતે વતન જવા માટે નીકળી ગયો હોવાની વાત સામે આવી છે.

ત્યારે આ સમગ્ર ઘટનાથી આરોગ્ય વિભાગ કન્ટેન્મેન્ટ ઝોન કેટલું મજબૂત હોય છે તેની પોલ ખુલી હતી. જો વતન ગયો તો પ્રવાસમાં સંક્રમણ ફેલાશે જો સંક્રમિત વ્યક્તિ જયપ્રકાશ ભારતીય વતન ગયો હોય તો બસ અથવા રેલવે દ્વારા પ્રવાસ કરશે. જેના થકી તેના સંપર્કમાં આવનાર અનેક લોકો કોરોના સંક્રમિત થશે તેવી સંભાવના ઉભી થઈ છે.

જેને જોતા વહીવટીતંત્ર અને આરોગ્યતંત્ર આ મામલે સજાગ બને અને કડક નિયમ બનાવે તે જરૂરી છે. આવી રીતે જો કોરોના સંક્રમિત વ્યક્તિ પોતાની મનમાની કરીને વતન જવા નીકળી જશે, તો નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવું લગભગ અશક્ય દેખાઈ રહ્યું છે.

આ કલમ લગાવવામાં આવી
યુવાન કોરોના પોઝીટીવ હોવા છતાં તેઓ ઘરેથી ભાગી જતા તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી. તેમાં એપડેમિક એક્ટની કલમ, આઈપીસી કલમ 270 મુજબ કે જેમાં આરોપીને ખબર છે કે તેઓ મહામારીનો ભોગ બન્યા છે. છતાં ભાગી જવું અને કલેકટરના જાહેરનામાંનો ભંગ બદલ કરવા બદલની કલમ ઉમેરી વધુ તપાસ વિજલપોર પોલીસ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો