આયોજન:શનિવારે Auroraa-The light within પુસ્તક પર વાર્તાલાપ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી સયાજી વૈભવ પુસ્તકાલય નવસારીમાં 21મીને શનિવારે સાંજે 6 કલાકે સયાજી લાયબ્રેરીના પ્રથમ માળે મને ગમતુ પુસ્તક વાર્તાલાપ મહિલા વક્તા શ્રેણીમાં આ મહિના અંતર્ગત અમી શિવરામ દ્વારા સ્વલિખિત પુસ્તક Auroraa-The light within પર વાર્તાલાપ આપશે. માનવમન કેટલીક અજાણી, અણદેખી, બાબતો જાણવા સતત ઉત્સુક રહે છે.

ખાસ તો એક માનવ શરીરમાં રહેલ ‘સ્વ’ જે રોજિંદી જિંદગીની ઘટમાળમાં ક્યાંક આડે હાથે મુકાઈ જાય છે. દરેક એ સ્વને જાણે છે છતાં જાણે અજાણે ખોઈ બેસે છે. ટેરો કાર્ડ રીડિંગ, વાસ્તુ, અંકશાસ્ત્ર જેવા ગૂઢ વિષયોના જ્ઞાતા અમીબેન પાસે આભામંડળની અંદભૂત વાતો જાણવા સમયસર અવશ્ય પધારવા જણાવવામાં આવ્યું છે.

વક્તા મહેમાનને ફરી એક વખત પુસ્તકાલયના શ્રોતાઓ તરફથી પૂર્ણ સંતુષ્ટી થાય એવું વાતાવરણ રચવા સૌને પધારવા નવસારી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...