તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Taking The Certificate Of Bogus Farmer From Dhanera, He Went To Jalalpore In Navsari For Rs. A Case Was Registered Against 11 In The Rs 500 Crore Land Purchase Case

બોગસ ખેડૂત:ધાનેરામાંથી બોગસ ખેડૂતના પ્રમાણપત્ર લઈને નવસારીના જલાલપોરમાં રૂ. 500 કરોડની જમીન ખરીદી પ્રકરણમાં 11 સામે કેસ નોંધાયો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જલાલપોર તાલુકાના 11 ગામોમાં બોગસ ખેડૂત બનીને આશરે રૂ. 500 કરોડની કિંમતની જમીનની ખરીદી થઈ

દક્ષિણ ગુજરાત છેલ્લા કેટલાક સમયથી જમીન ખરીદી મામલે મોટું માર્કેટ બન્યું છે. સુરતથી લઈને વલસાડ સુધી જમીનને સોનાની લગડી ગાણવામાં આવે છે. સુરતના મોટા માથાઓએ નવસારીમાં મોટા પાયે જમીનો ખરીદી છે, ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના 11 ગામોમાં બોગસ ખેડૂત બનીને આશરે 500 કરોડની કિંમતની જમીનની ખરીદી થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે

સમગ્ર કેસમાં સુરત રહેતા ફરિયાદી વિમલ પોદારના ભાઈ બાલકિસનના પુત્ર સજય પોદારે વર્ષો પહેલા ધાનેરામાંથી બોગસ ખેડૂતનો દાખલો મેળવીને પરિવારના અન્ય 11 લોકોના નામે વિવિધ વિસ્તારોમાં ખેતીની જમીન ખરીદી હતી જેની જાણ કાકા વિમલ પોદારને થતા તેમને સમગ્ર મામલે સુરત કલેક્ટરને અરજી કરતા તપાસના આદેશ આપ્યા હતા જેમાં તપાસ કરતા આમોદ અને વેસુમાં જમીન ખરીદી હોવાની માહિતી મળવા સાથે નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી, ગણદેવી તાલુકામાં વિવિધ ગામોમાં જમીન ખરીદાયી છે તેવી માહિતી સામે આવી હતી.

ફરિયાદી વિમલ પોદારે જાતે જલાલપોર તાલુકાના 11 જેટલા ગામોમાં 500 કરોડની જમીનો ખરીદી હોવાની માહિતી શોધી કાઢી હતી,જે મામલે હાલ પૂરતી માત્ર જલાલપોર સીમલક, વેડછા, મંદિર, મટવાડ, કોથમડી, હાંસાપોર સીમલક, વેડછા, તવડી, આટ અને છાપરા જેવા ગામોમાં ગેરકાયદેસર બોગસ ખેડૂત બનીને જમીન ખરીદી બાબતે જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે

આરોપી કોણ?

આ બાબતે વિમલભાઇએ બાલકિશન પોદાર, પ્રેમલતા પોદાર, સંજય પોદાર, સુનિતા પોદાર, અનિતા પોદાર, રાજેશ પોદાર, રામગોપાલ, રમેશ રામગોપાલ અગ્રવાલ, શ્રવણ રામગોપાલ અગ્રવાલ, કમલ કિશોર અગ્રવાલ અને મુરારી અગ્રવાલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પોલીસ કરી રહી છે. પારિવારિક મનમુટાવમાં 500 કરોડની બોગસ ખરીદીનું પ્રકરણ બહાર આવ્યું છે, ત્યારે આ મામલે તલસ્પર્શી તપાસ થાયતો ફરિયાદીના પારિવારિક 11 આરોપીઓને સજા થઈ શકે છે. ત્યારે આવા પ્રકારના બોગસ ખેડૂતોએ દક્ષિણ ગુજરાતમાં કરોડો રૂપિયા બનાવ્યા છે ત્યારે સમગ્ર કેસમાં નિષ્પક્ષ તપાસ મહત્વની રહેશે.

અન્ય સમાચારો પણ છે...