તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Taking Advantage Of The Police Engagement In Navsari, The Accused Fled From The Police Station, While The District Police Ran Away

આરોપી ફરાર:નવસારીમાં પોલીસની વ્યસ્તતાનો લાભ લઇ આરોપી પોલીસ સ્ટેશ માંથી ભાગી ગયો, જિલ્લા પોલીસ દોડતી થઈ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચેરીમાં કામ કરતા કર્મીઓની સતર્કતા સામે પ્રશ્નાર્થ ઉભો થયો

ખેરગામ પોલીસે ગૌવંશને કતલખાને લઈ જતા મનોજ ગાંવીત નામના આરોપીની અટક કરી હતી. જે મામલે પોલીસ સ્ટેશનમાં જાપ્તા સાથે લાવી હતી. જે દરમિયાન કર્મચારીઓ કાગળ કરવાની કાર્યવાહીમાં વ્યસ્ત હતા અને આરોપીને આ તકને ઝડપવીનો લાભ મળીને આરોપી મનોજ કચેરી માંથી ચાલતી પકડી હતી.ખેરગામ પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી ભાગી જાય છે. જેમાં પોલીસની આ મામલે નિષ્કાળજી સામે આવતા તાત્કાલિક આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવા સાથે જિલ્લા પોલીસને દોડતી કરવામાં આવી છે

જિલ્લા પોલીસના નાક નીચેથી કોઈ આરોપી ભાગી જવામાં સફળ રહેતા કચેરીમાં કામ કરતા કર્મીઓની સતર્કતા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે, આ મામલે પોલીસના ઉપરી અધોકારીઓ જવાબદારો સામે પગલાં ભરે છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ સાથે વાત કરવાના પ્રયત્ન કરતા તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...