તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાને લઇ પાણી અને ઘાસચારા માટે પગલાં ભરો : આપ

નવસારી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ પાછો ખેંચાય તો લોકોનું જીવન દુષ્કર ન બને તે માટે CM ને રાવ

નવસારી સહિત સમગ્ર રાજ્યમાં ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે વરસાદ પાછો ખેંચાય તો પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવા માટે જવાબદારી જિલ્લા પ્રશાસનની હોય તે બાબતે ઘટતું કરવા નવસારી આપ એ મુખ્યમંત્રી અને રાજ્યપાલને ઉદ્દેશીને પત્ર લખ્યો હતો.

નવસારી જિલ્લાના આપના પ્રમુખ ચંદ્રકાંત રાણા અને તેમના શહેરના પદાધિકારીઓએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને ઉદ્દેશીને રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે ગુજરાતના ખેડૂતોની સ્થિતિ આ વર્ષે કફોડી છે. પહેલા તાઉતે વાવાઝોડાએ વિનાશ વેર્યો, હવે વરસાદ હાથ-તાળી દઈ રહ્યો છે. મોટાભાગના ડેમ અને તળાવો ખાલીખમ છે. પથરાળ વિસ્તારોમાં વાવાઝોડાના માવઠા અને આગોતરા વરસાદે જે તળ વધ્યા હતા એ હવે છેડે આવી ગયા છે. એકધારા વાદળછાયા વાતાવરણને કારણે જીવાતના ઉપદ્રવે દવા ખર્ચમાં વધારો કર્યો, મોંઘા ભાવના ડીઝલ બાળ્યા પછી હવે પાકમાં નુકસાન થયું છે. જેને લઈ વરસાદ પાછો ખેંચાય તો ખેડૂતો સહિત સમગ્ર લોકોને પીવાનું પાણી, ખેતી માટે પાણી, ઘાસચારાની વ્યવસ્થા ઉભી કરવા સ્થાનિક તંત્રને આદેશ આપવા અપીલ કરી હતી.

સરકાર પાસે હાલ જે યોજનાઓ છે તેનો વખતસર અમલ શરૂ કરે, લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી જરૂર પડે તો નવી યોજના બનાવી તાત્કાલિક અમલ શરૂ કરે, જેમાં એસડીઆરએફ: ખેડૂતોના ખેતરે ખેતરે સરવે કરાવીને હેક્ટરદીઠ રોકડ રકમ ચૂકવવી, રકમમાં ભાવવધારાને ધ્યાને રાખી વધારો કરવો જરૂરી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કે જેમાં એસડીઆરએફના ધોરણે જ સરવે કરી જે ખેડૂતોને નુકસાન થયું હોય એ પ્રમાણે ભાવવધારાને ધ્યાનમાં રાખી વળતર ચૂકવવું સરકાર ઘટતાં પગલાં નહીં ભરશે તો સરકાર સામે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરશે તેવી ચીમકી આપી હતી.

તુરંત રાહતના કામો કરવા જોઈએ
વરસાદ પાછો ખેંચાય તો જેઓ ખેડૂતો નથી એમના અને ગામ માટે પીવાના પાણીની વ્યવસ્થા નિશ્ચિત કરવી, ગામનું કોઈ પરિવાર રાશનકાર્ડ ન ધરાવતું હોય છતાં જો સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદવા માગતું હોય તો તમામ માટે પૂરતા અનાજની જોગવાઈ કરવી, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી, જરૂરિયાતમંદો માટે તરત જ રાહતકામો શરૂ કરવા જોઈએ. પીવાના પાણીના અંતરિયાળ ગામોમાં ગંભીર પ્રશ્નો ઉભા થાય તેવી સ્થિતિ છે ત્યારે સરકાર વખતસર પગલાં ભરે તે જરૂરી છે. > ચંદ્રકાંત રાણા, જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટી, નવસારી

અન્ય સમાચારો પણ છે...