નવસારીમાં દાંતેજ ગામના સરપંચ ઉપર ગામના જ એક નાગરિક દ્વારા અગાઉની એક ફરિયાદને પગલે અદાવત રાખી હુમલો કરી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલનાર સામે પગલાં લેવા એસપીને રજૂઆત કરી હતી.
નવસારી તાલુકાના દાંતેજ ગામે હાલમાં જ ચૂંટાયેલા સરપંચ મુકેશભાઈ અને તેમની પત્ની ઉષાબેન પટેલ સભ્ય તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેઓ બન્ને 17મી જાન્યુઆરીએ સાંજે 7.30 વાગ્યાના સુમારે પટેલ ફળિયામાં ચાલતા ફરવા નીકળ્યા હતા. દરમિયાન ગામમાં રહેતા ભાવનાબેન પટેલ અને તેમના ભત્રીજા કેયુરભાઈ બાઈક ઉપર જતા હતા ત્યારે તેમની પાસે ઉભી રહી તેમને જણાવ્યું કે ગામતળની જગ્યા પર બનાવેલ મહાદેવનું મદિર જો તમે નહીં તોડાવો તો તમને ગામમાં રહેવું ભારે પડી જશે અને મારવા લાગ્યા હતા અને અપમાનજનક શબ્દો બોલ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા બોલાચાલી થતા આસપાસના લોકો ભેગા થઈ જતા ભાવનાબેન અને કેયુરભાઈ ત્યાં જ બાઈક મૂકી ભાગી ગયા હતા. બન્ને વિરુદ્ધ સરપંચ પર હુમલો અને જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવા એસપીને અરજીમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.