આવેદનપત્ર:ડો.બાબાસાહેબનું અપમાન કરનાર સામે કાર્યવાહી કરો, કલેક્ટરને રાવ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવતા અગ્રણીઓ - Divya Bhaskar
જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવતા અગ્રણીઓ

નવસારી જિલ્લામાં અખિલ ભારતીય વાલ્મિકી સમાજ વિકાસ પરિષદ દ્વારા તાજેતરમાં બનાસકાંઠામાં ડો. બાબાસાહેબ અને દેવી-દેવતાના ફોટાને કચરામાં નાંખી દેવાના ફોટા સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. આ અપમાન બાબતે કસૂરવાર સામે પગલાં લેવા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. નવસારી અખિલ ભારતીય વાલ્મિકી સમાજ વિકાસ પરિષદના સંજય સોલંકી, હાર્દિક પરમાર, જતીન સોલંકી, ભરત સોલંકી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં જણાવ્યું કે તાજેતરમાં બનાસકાંઠામાં ભાજપના સમરસતા કાર્યક્રમમાં વિશ્વવિભૂતિ અને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટા અને અન્ય દેવી-દેવતાના ફોટા કચરાના ઢગલામાં જે-તે સ્ટેજ પરથી ફેંકી દઈ ઘોર અપમાન કર્યું છે, જે ભાજપના પ્રદેશ પ્રમુખને શોભનીય નથી. તેમની માનસિકતાની ક્ષતિ બહાર આવી હતી. ભાજપના નેતા જાહેર મંચ પરથી માફી માંગી ભૂલ સ્વીકારે અને જવાબદાર સામે તુરંત કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...