ચીખલી તાલુકાના સાત પીપળા વિસ્તારમાં આવેલા ભારત પેટ્રોલ પંપની પાછળ એક પડતર મકાનમાં પ્રેમી પંખીડાઓ મોટે ભાગે બેસે છે. ત્યારે 16મી એપ્રિલના સવારના 10:30 કલાકે ફરિયાદી યુવાન દિપક સતીશ પટેલ તેની પ્રેમિકા સાથે બેઠો હતો.
આ દરમિયાન પ્રેમિકાને ત્યાં પોતાની બહેનપણીની મોપેડ દેખાઈ હતી. જેથી તેણે કન્ફ્યુઝન દૂર કરવા માટે મોપેડનો ફોટો મોબાઈલમાં પાડી લીધો હતો. જેથી આ ફોટો પાડતી વખતે બહેનપણીના પ્રેમીએ યુવતીને જોઈને ગાળો આપી હતી. જેથી મધ્યસ્થી કરવા ગયેલા ફરિયાદી યુવાન પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ફરિયાદી યુવાનને કાન, અંગૂઠા અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસ થિયરી જોઈએ તો આ સમગ્ર મારામારી અને હુમલો ભૂતકાળના પ્રેમસંબંધમાં થયો હોવાની સંભાવના છે. જેમાં એક બીજાની પ્રેમિકાને પડાવી જવાના અદાવતમાં હુમલો થયો હોવાની સંભાવના છે. આ ઘટના જોઈએ તો નિર્જન મકાનમાં પ્રેમીપંખીડાઓ વાર્તાલાપ કરવા માટે ભેગા થયા હતા. જ્યાં પોતાની ભૂતકાળની પ્રેમિકા અન્ય યુવાન સાથે દેખાતા સંભવિત રીતે મુખ્ય આરોપી યક્ષિત પટેલે પોતાની ભૂતકાળની પ્રેમિકાને ફોટો પાડતા જોઈને ઉશ્કેરાઇ ગયો હતો અને મધ્યસ્થી કરવા ગયેલા તેના નવા પ્રેમી દીપક ઉપર તલવાર વડે હુમલો કરીને પોતાનો રોષ ઠાલવ્યો હોઈ શકે છે.આ સમગ્ર મામલે ચીખલી પોલીસે તલવાર વડે હુમલો કરનારા યક્ષીત પટેલ, લાલુ, મિત પટેલ અને ભાવિક ઉર્ફે બંટી એમ કુલ 4 ની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. ફરિયાદી યુવાન દીપક પટેલને કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. જેથી તેઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.