અપહરણ?:કોલસણા ગામનાં સગીર ભાઈ-બહેનનું પાડોશી યુવક અપહરણ કરી ગયાની માતાને શંકા, પોલીસ ફરિયાદ નોંધાઈ

નવસારી3 મહિનો પહેલા
  • બાળકો પોતાના મરજીથી પ્રવાસ જવાના હોય તેમ બેગ પેક કરીને ઘરેથી જતા હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ
  • બાળકો ગેરમાર્ગે દોરાઇને ઘરેથી ભાગી ગયા છે કે તેનું અપહરણ થયું છે, તેની પોલીસે તપાસ શરૂ કરી

નવસારીને અડીને આવેલા મરોલી પાસેના કોલસણા ગામમાં રહેતો એક પરિવાર મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં 17 વર્ષની દીકરી અને 14 વર્ષીય દીકરો છે. આ બંને સગીરને કોઈ ઇસમ વાલીપણાંમાંથી ભગાવી ગયાની શંકા સેવીને મરોલી પોલીસ સ્ટેશને અપહરણની ફરિયાદ નોંધાવી છે. જેને લઇને પોલીસે ગુનાની ગંભીરતા જોઈને તાત્કાલિક તપાસ આરંભી છે.

અપરણ થનાર બાળકોની માતાને શંકા છે કે છેલ્લા દોઢ વર્ષથી પાડોશમાં રહેતો અને ઉત્તર પ્રદેશનો 30 વર્ષીય યુવાને બાળકોનું અપહરણ કર્યુ હોઈ શકે છે. આ યુવાને પોતાના 14 વર્ષના દીકરા સાથે મિત્રતા કેળવી હતી અને પરિવાર સાથે છેલ્લા દોઢ મહિનાથી ઘરોબો કેળવ્યો હતો. સાથે જ તે યુવાન બંગાળથી કાળા જાદુની વિદ્યા પણ શીખી આવ્યાં હોવાની વાત આજુ બાજુના પાડોશીએ સ્વીકારી છે. જેથી 28મી સપ્ટેમ્બરે સવારે ઘરેથી ગુમ થનારા બાળકો સાથે આ યુવાન પણ ગાયબ થયો હોવાની કેફિયત માતાએ રજૂ કરી છે. જેથી આ યુવાન બાળકોનું અપહરણ કરી ગયો હોવાની શંકા વધુ ઘેરી બની છે.

સી.સી.ટી.વીમાં બાળકો જતા દેખાયા​​​​​​​
આ સમગ્ર પ્રકરણમાં સીસીટીવી પણ સામે આવ્યાં છે. બે બાળકો પોતાના મરજીથી પ્રવાસ જવાના હોય તેમ બેગ પેક કરીને ઘરેથી જતા હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે. 28 મી ઓક્ટોબરના સવારે સાત વાગ્યાથી લઈને આઠ વાગ્યાની વચ્ચે બંને બાળકો ઘરેથી બેગ સાથે જતા હોય તેવું સીસીટીવીમાં જોઈ શકાય છે, ત્યારે સમગ્ર મામલે બાળકો ગેરમાર્ગે દોરાઇને કોઈના કહેવાથી ઘરેથી ભાગી ગયા છે કે તેનું અપહરણ થયું છે, તેની તપાસમાં પોલીસ જોતરાય છે. આ સમગ્ર મામલાની તપાસ ઇન્ચાર્જ પી.આઈ.પી.વી.પાટીલને સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...