કાર્યવાહી:યુવતીને મારવાના કેસમાં પ્રેમીની પોકસો હેઠળ અટક

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ થઇ હતી

નવસારીની યુવતીને સગીરાવસ્થાથી પ્રેમ કરી તેની સાથે અવારનવાર પ્રેમસબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી હતી. યુવતી સાથે યુવકે લગ્ન કરવા માટે નજીકમાં આવેલ મદિરમાં ગયા હતા. જ્યાં પણ આ યુવતીને પ્રેમી અને તેની માતા અને સંબંધીઓએ માર માર્યો હતો. આ ઘટનામાં પોલીસે પોકસો એકટ હેઠળ પ્રેમીની અટક કરી હતી.

નવસારી ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં રહેતી નિષ્કા (નામ બદલ્યું છે)ને ઓરેંજ હોસ્પિટલમાં કામ કરતા પ્રીતેશ રાઠોડ સાથે પ્રેમસંબંધ થયો હતો. મુલાકાત બાદ તેણીને લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ લઇ જઇ અવારનવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી કરી હતી. આ બાબતે યુવતીને તેના પ્રેમીને કહેતાં માર માર્યો હતો.

ભોગ બનનાર યુવતી સાથે સાદાઈથી લગ્ન કરવા મંદિરમાં ગયા હતા. જ્યાં પણ તેના પ્રેમી પ્રિતેશ રાઠોડ સહિત તેમના સ્વજનોએ તેને માર માર્યો હતો. આ બાબતે ભોગ બનનારે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પ્રેમી પ્રીતેશની પોક્સો એકટ હેઠળ અટક કરી હતી. ભોગ બનનાર યુવતીને ચેકઅપ માટે સુરત લઈ ગયા હોવાની માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...