તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટકાયત:વિજલપોરમાં ગેરકાયદે ગેસ સિલિન્ડર વેચનારાની અટક

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાના સિલિન્ડરમાં ગેસ ભરી અપાતો હતો

વિજલપોરના રામનગરમાં રહેતો યુવાન ભાડેનું મકાન રાખી મોટા ગેસના સિલિન્ડરમાંથી નાના સિલિન્ડરમાં ગેસ ભરી આપતો હોવાની બાતમીને પગલે એસઓજી તેને રંગેહાથે ઝડપી લીધો હતો. પોલીસે 3 સિલિન્ડર, વજન કાંટો મળી કુલ 8500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નવસારી એસઓજીના અહેકો ઋષિકુમાર કાંતિલાલ, અપોકો કલ્પેશભાઇ મોહનભાઇ તથા અપોકો નિલેશભાઇ રતિલાલ વિજલપોર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અપોકો નિલેશભાઇ રતિલાલને બાતમી મળી કે રામનગર-2, વિજલપોરમાં આવેલ પ્રેરણાબેન નવલભાઇ ગંગાણીની ભાડાની દુકાનમાં અનિલકુમાર મહંતો નામનો શખસ મોટા ગેસના સિલિન્ડરમાંથી ગેસ રીફીલિંગ પાઇપ વડે નાના ગેસના સિલિન્ડરમાં ગેસ ભરી આપી, કાળાબજાર કરી આવતા જતા ગ્રાહકોને ઉંચા ભાવે વેચાણ કરે છે અને ગેસ રીફીલિંગની પાઇપ તથા ગેસના સિલિન્ડરમાં દુકાનમાં પડેલા છે. જેને આધારે રેડ કરતા અનિલકુમાર રામઇશ્વર મહંતો (હાલ રહે. રામનગર-2, વિજલપોર, તા.જલાલપોર, જિ.નવસારી, મૂળ રહે. નંદપુરા, બિહાર)ને ઝડપી પાડ્યો હતો. પોલીસને રેડ દરમિયાન 3 નંગ ગેસ સિલિન્ડર, વજન કાંટો મળી કુલ રૂ.8500નો મુદ્દામાલ કબજે કરવામાં સફળતા મળી હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ ઇ.પી.કો કલમ 286 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની કલમ 3,7 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ વિજલપોર પોલીસને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો