કસ્ટોડિયલ ડેથ પ્રકરણ:ચીખલીના કસ્ટોડિયલ ડેથમાં આરોપી PSIની અટક

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી સ્થિત ઘરે આવતા જ ઝડપાયો

ચીખલીમાં કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં 6 આરોપી પૈકી ચાર આરોપીને એલસીબીએ ઝડપી લીધા હતા. પાંચમા આરોપી પીએસઆઇ જે.એસ.પટેલને સોમવારે એલસીબીએ તેના ઘરે આવનાર છે તેવી બાતમીને પગલે તેની અટક કરી હતી.

ચીખલીમાં વાહન ચોરીના ગુનામાં શંકાના આધારે ડાંગના બે યુવાનને ચીખલી પોલીસ લાવી હતી. તપાસના બીજા દિવસે બન્ને યુવાનની ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પહેલા તબક્કે આત્મહત્યા નહીં પણ હત્યા હોય વિવિધ આદિવાસી સંગઠનોએ રેલી-ધરણા પ્રદર્શન કરી હત્યા અને એટ્રોસિટીની ફરિયાદ નોંધવા પોલીસને મજબૂર કર્યા હતા. જેમાં ચીખલી પીઆઈ એ.આર.વાળા, પોલીસકર્મી શક્તિસિંહ ઝાલા, રામજી ગયાપ્રસાદ, રવિન્દ્રભાઇ રાઠોડ, એમ.બી.કોંકણી, ચીખલી પીએસઆઈ જે.એસ. પટેલ અને અન્ય અજાણ્યા શખસો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં 4 આરોપીની અટક કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પાંચમો આરોપી ચીખલી પીએસઆઈ જે.એસ.પટેલને તેમના નવસારીના નિવાસસ્થાને આવનાર હોવાની બાતમીને પગલે તેમની એલસીબીએ અટક કરી હતી.

નવસારી જિલ્લમાં ચીખલી કસ્ટોડિયલ ડેથમાં છ આરોપી પૈકી ચારની અટક અગાઉ કરવામાં આવી હતી. પાંચમા આરોપી તરીકે જી.એસ.પટેલ ચીખલી પો.સ.ઇ.નું નામ ખૂલતા તેઓ ઘરે આવવાના છે તેવી બાતમી એલસીબી પોલીસ નવસારીને મળતા વોચ ગોઠવી હતી અને પીએસઆઇ પટેલ ઘરે આવતા તેની પોલીસે અટક કરી વધુ કાર્યવાહી એસટી એસસી સેલના ડીવાયએસપી બી.એસ.મોરી વધુ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...