દુષ્કર્મ:વિજલપોરની સગીરાને લગ્નની લાલચ આપી બળાત્કાર કરનાર યુવાનની અટક

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુલતાનપુર ખાતે ઝાડી ઝાંખરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

વિજલપોર શહેરમાં આવેલ એક વિસ્તારમાં રહેતી અભ્યાસ કરતી સગીરાને લગ્નની લાલચ આપી 23 વર્ષીય યુવાને કાંઠાના ગામ સુલતાનપુર ગામે જઈ દુષ્કર્મ કર્યું હતું. આ દુષ્કર્મ થયાના 7 માસ બાદ તેણીની માતાને જાણ થતા જલાલપોર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે પોસ્કોની કલમ ઉમેરી યુવાનની અટક કરી હતી.

વિજલપોર ખાતે રહેતી ભોગ બનનારની માતાએ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે, તેની પુત્રી શાળામાં અભ્યાસ કરતી હતી. તેમની પુત્રી શાળામાંથી મોડી આવતા તેની માતાએ મોડા આવવાનું કારણ પૂછતાં તેણીએ તેની ઉપર 7 માસ પહેલા લગ્નની લાલચ આપનાર યુવાનનું નામ અતુલ મનિરાજ ભારતીય જણાવીને તેને બાઇક પર સુલતાનપુર ખાતે લઈ જઈ એક ઝાડીમાં દુષ્કર્મ કર્યું હોવાની વાત જણાવી હતી. તેણીને હેરાન કરતો હોવાની વાત કહેતા સગીરાની માતાએ પોલીસ મથકે અતુલ ભારતીય નામના યુવાન વિરુદ્ધ તેની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ પોસ્કોની કલમ મુજબ ગુનો નોંધી આરોપીની અટક કરી હોવાની માહિતી આપી છે.

સગીરા શાળાએથી મોડી આવતા દુષ્કર્મ કર્યાની વાત સામે આવી
વિજલપોર વિસ્તારમાં રહેતી અને શાળામાં અભ્યાસ કરતી સગીરાને રામનગર ખાતે રહેતા આરોપી અતુલ સાથે મિત્રતા થઈ 7 માસ પહેલા તેણીને લગ્નની લાલચ આપી તેને લઈ જઈ દુસકર્મ કર્યું હતું. હાલમાં સગીરા શાળાથી મોડી આવતી હોય તેનું કારણ પૂછતાં સગીરાએ તેના ઉપર આરોપી દ્વારા લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યાની જાણ કરતા પોલીસમાં ફરિયાદ આપતા આરોપી યુવાનની અટક કરી વધુ પૂછપરછ ચાલુ છે. > કે.બી.દેસાઈ, પીઆઇ, જલાલપોર

અન્ય સમાચારો પણ છે...