કાર્યવાહી:જમીન દલાલ પર હુમલો કરનારા 3 યુવાનની અટક

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહ પહેલા જામીન ઉપર છૂટયો હતો

વિજલપોરમાં રહેતા અને કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા યુવાન અને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના કેસમાં સપ્તાહ પહેલા જમીનમુક્ત થયેલા યુવાનની બાઇકને પાછળથી અથડાવીને તેના ઉપર હુમલો કરનારા 3 યુવાનની ટાઉન પોલીસે અટક કરી હતી.

વિજલપોરમાં રહેતા હરીઓમ શર્માએ ફરિયાદ આપતા જણાવ્યા કે તેઓ પોતાની મોપેડ લઈને ચાંદની ચોક પાસેથી પસાર થઈ રહ્યો હતો. 3 યુવાન મોપેડ લઈને આવતા તેમની મોપેડ સાથે અથડાવી દીધું હતું. આ બાબતે કહેવા જતા આ યુવાનોએ મારમારી ભાગી છૂટ્યા હતા. આ બાબતે હરિઓમ શર્માએ મોપેડ પર આવેલ 3 યુવાનો સામે ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

તપાસ કરતા પીએસઆઈએ આ બાબતે ગણતરીના કલાકોમાં માર મારનારા સિદધુ ઉર્ફે સિદ્ધાર્થ તોલાટ (રહે. કડોદરા સુરત), મયુર ગાયકવાડ (રહે. વિજલપોર) અને સુનિલ શાંતિલાલ ગાંગાણી (રહે. તરોટા બજાર, નવસારી)ની અટક કરી હતી. સોમવારે સાંજે બનેલી આ ઘટનામાં નવસારી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...