હત્યા કેસ:નવસારી હત્યા કેસમાં 9 મહિલા સહિત 10ની અટક

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેરોલ પર છૂટેલા શખસને માર મરાયો હતો

નવસારી સિંધી કેમ્પમાં પેરોલ પર છૂટેલ મર્ડરના આરોપીને બાળકો ક્રિકેટ રમતા હોય તેમની સાથે બોલાચાલી કરતા સ્થાનિકો આવી ગયા હતા. જેમાં અગાઉ જે યુવાનનું મર્ડર થયું તેના સ્વજનો પણ આવી પહોંચતા લાકડાના ફટકા વડે મારમારી ગંભીર ઇજા પહોંચાડતા સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનામાં પોલીસે 9 મહિલા સહિત 10ની અટક કરી હતી.

નવસારી ટાઉન પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ સિંધી કેમ્પમાં નાના બાળકો ક્રિકેટ રમી રહ્યાં હતા ત્યારે બજરંગ ઉર્ફે વિનોદ સાલુંકે (રહે. વિજલપોર) આવીને બેટ લઈ લીધું હતું. આ બાબતે સ્થાનિકો આવી જતા બજરંગ ઉર્ફે વિનોદ સાલુંકેએ 12 વર્ષ પહેલાં આ વિસ્તારના એક યુવાનની હત્યા કરી હોય તેના પરિવારની મહિલાઓ આવી ગઈ હતી.

જેની અદાવત પણ રાખી 9 મહિલા અને એક યુવાને આ બજરંગ ઉર્ફે વિનોદ સાલુંકેને બેટ તથા લાકડાના ફટકા મારી, લાદીના ટૂકડા, ઈંટના રોડા તથા સિમેન્ટના બ્લોકથી મારતા તેને માથામાં ડાબા કાનના ઉપરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઇજાગ્રસ્ત બજરંગ ઉર્ફે વિનોદનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે મારામારી કરનારા 9 મહિલા અને 1 યુવાનની અટક કરી હતી. બજરંગ ઉર્ફે વિનોદ સાલુંકે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...