તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અબ્રામામાં મંદિરમાં ચોરી કરનારા 1ની અટક, 2 ફરાર

નવસારી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરી કરતા 1ને ગ્રામજનોએ ઝડપી લીધો

જલાલપોરના અબ્રામા ગામે આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં બપોરના સમયે દાનપેટીમાંથી પૈસા ચોરનારા 3 પૈકી 1ને ગ્રામજનોએ ઝડપી લીધો હતો. ઘટનાની જાણ જલાલપોર પોલીસને કરતા પોલીસે તેને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જલાલપોરના અબ્રામા ગામે રહેતા નીલાબેન પ્રવિણભાઈ પટેલે જલાલપોર પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્યું કે અબ્રામા ગામે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં બુધવારે બપોરે 1 વાગ્યાના અરસામાં 3 યુવાન આવી દાનપેટીમાંથી પૈસા કાઢતા હતા. તે દરમિયાન ગ્રામજનો આવી ચઢતા આ યુવાનો પૈકી એકને ઝડપી પાડ્યો હતો. જ્યારે 2 જણાં ભાગી છૂટવામાં સફળ રહ્યાં હતા. ઝડપાયેલા યુવકે તેનું નામ રોહન ભાગવત પાટીલ (રહે. સંસાર એપાર્ટમેન્ટ, વિજલપોર, મૂળ રહે. રામનગર વિજલપોર) જણાવ્યું હતું. અન્ય બે યુવાનના નામ ખુલતા પોલીસે તેમની અટક કરવા માટે ટીમ મોકલી હતી. જલાલપોર પોલીસ તપાસ કરી રહી છે.

અબ્રામા ખાતે ખોડિયાર માતાના મંદિરમાં ચોરી કરતા અગાઉ વિજલપોરના ત્રણ યુવાનો મંદિર તથા તેની આજુબાજુ આંટાફેરા કરતા હતા. તે વેળાએ સ્થાનિકોએ તેમને જોયા હતા, પરંતુ એમને કંઇ કહ્યું ન હતું, પરંતુ બપોરના સુમારે મંદિરમાં કોઇ ન હતું તે દરમિયાન દાનપેટી ખોલી તેમાંથી રૂ. 500 બહાર કાઢ્યા હતા ત્યારે ગ્રામજનો આવી પહોંચતા ત્રણ પૈકી એક ચોરને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...