ધુમ્રપાનને કારણે કેન્સર સહિતની જે બીમારીઓ થાય છે તેની માહિતી સિગરેટના પેકેટ ઉપર છાપવા માટે ભારત સરકારે કંપનીઓને હુકમ કર્યો છે ત્યારે એવી અનેક વિદેશી કંપનીઓ છે જે ધારા ધોરણ વગર સિગરેટનું વેચાણ ભારતમાં બ્લેક માર્કેટમાં કરે છે કિંમતમાં સસ્તી હોવાથી કેટલાક વેપારીઓ સિગરેટને માર્કેટમાં ઠાલવે છે.સસ્તી કિંમતે મળતા ગ્રાહકો પણ ખરીદે પણ છે ત્યારે નવસારીના સિંધી કેમ્પ રોડ પર આવેલા એક હોલસેલ વેપારીને ત્યાં 6 લાખની સિગરેટ મળતા SOG એ ધરપકડ કરી તપાસ ટાઉન પો.સ્ટે ને સોંપતા સુરતના એક સપ્લાયર ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સિંધી કેમ્પ રોડ પર આવેલા આશિષ ટ્રેડસના વેપારી આશિષ કિશનભાઇ મકનાની છેલ્લા પાંચ વર્ષથી વધુથી ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત અને હેલ્થ વોર્નિંગ ન આપતી સિગરેટ જેવી કે પેરીસ સ્પેશિયલફિલ્ટર, એસે લાઈટ, એસએ સ્પેસીયલ ગોલ્ડ, એસએ ચેન્જ,બ્લેક, ગુડાંગ ગરમ ઇન્ટરનેશનલ,જેવી છ અલગ અલગ બ્રાન્ડની સિગરેટના 2930 પેકેટ મળીને કુલ 6,17,800 નો મુદ્દામાલ SOG એ કબ્જે કર્યો છે. પોલીસે વેપારી વિરુદ્ધ ધી સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ 2003 મુજબ ગુનો નોંધી ટાઉન પોલીસને આરોપી સોંપવામાં આવ્યો છે. પોલીસે જથ્થો ઉપલબ્ધ કરાવનાર સુરતના આરોપી જઝડિયા ને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. વિદેશી બ્રાન્ડ ધરાવતી આ સિગરેટ ને કઈ રીતે ભારતમાં લાવવામાં આવે છે તેને લઈને પણ પોલીસ ઊંડી તપાસ કરે તો સિગારેટના સંપૂર્ણ નેટવર્કનો પરદાફાશ થઈ શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.