દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓનું મોંનીટરિંગ અને વ્યવસ્થા જાળવવામાં જે-તે જિલ્લાની મદદરૂપ થતા રેન્જ આઈજીની ટીમ દ્વારા નવસારીના ગ્રામ્ય પોલીસ મથકના વિસ્તારમાં ખેતરમાં સંતાડેલો રૂપિયા 2,68,800નો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ટીમે મુદ્દામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરીને ગ્રામ્ય પોલીસમાં કેસ દાખલ કર્યો છે. જેની તપાસ મરોલીના PSI ડી ડી રાવલ ને સોંપવામાં આવી છે.
નવસારી જિલ્લામાં દારૂની હેરાફેરી ડામવા માટે જિલ્લા પોલીસ સહિત રેન્જ આઇજી અને સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ એક્ટિવ બની છે. જેને પગલે ગઈકાલે ગ્રામ્ય વિસ્તારના આરક સિસોદરા ગામ પાસે આવેલા ખેતરમાં સંતાડેલા દારૂના જથ્થાને આઈજીની ટીમે ઝડપી પાડ્યો હતો. રેંજ આઈજીની ટીમને મળેલી બાતમીના આધારે ટીમે વિસ્કીની નાની મોટી બોટલ તેમજ ટીન બિયર મળી કુલ 2184 નંગ દારૂની બોટલ જેની બજાર કિંમત 2,68,800 થાય છે તેને કબજે કરીને રાજુ ભેરૂલાલ માલી નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ ઝડપાયો છે તેની ક્રોસ ઇન્કવાયરી અન્ય પોલીસને સોંપવામાં આવે છે ત્યારે મરોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી ડી.રાવલને આ સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.