નવસારી જિલ્લામાંથી સિનિયર ખેલાડીઓ બીસીસીઆઇની ટીમમાં પૂજા પટેલ, ભૂમિકા પટેલ કિક્રેટમાં કાઠું કાઢી રહી છે. જ્યારે ગુજરાતની ટીમમાં રેબેકા પઢીયારે સ્થાન મેળવીને નવસારી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ત્યારે યુવતીઓના ટેલેન્ટને વધુ નિખારવા માટે ચાલુ સિઝને વુમન્સ ક્રિકેટ સમર કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં મહત્તમ યુવા મહિલા ખેલાડી ભાગ લઇને પોતાના ક્રિકેટના કૌશલ્યને નિખારી શકશે. હાલ જિલ્લા ભરમાં 40થી વધુ યુવતીઓ ક્રિકેટમાં પોતાનું ટેલન્ટ દર્શાવી રહી છે.
નવસારી ડિસ્ટ્રીક્ટ વુમન્સ ક્રિકેટ એસોસિએશન દ્વારા નવસારી જિલ્લાની મહિલાઓ ક્રિકેટમાં સારૂ યોગદાન અાપી શકે તેવા ઉમદા હેતુથી આગામી મંગળવારને 10મી મે, 2022થી સમર ક્રિકેટ કોચીંગ કેમ્પની શરૂઆત કરવામાં આવી રહી છે. આ કોચીંગ કેમ્પ ઇટાળવા સ્થિત ધ સ્પોર્ટસ એકેડેમી ખાતે રખાયો છે. ક્રિકેટમાં રસ ધરાવનાર મહિલા તેનો લાભ લઇ શકે તે માટે આ સ્થળે કોચીંગ કેમ્પના દિવસે સવારે 9 કલાકે પોતાના ક્રિકેટ ગણવેશ સાથે તેમજ ક્રિકેટની કીટ સાથે રાખી ઉપસ્થિત રહેવુ પડશે.
ટેલેન્ટ નિખારવા કેમ્પ મહત્વપૂર્ણ
ક્રિકેટ હવે માત્ર પુરૂષ પ્રધાન રહી નથી. મહિલાઓ પણ તેમાં પોતાના કૌશલ્યાના પ્રતિભાના દર્શન કરાવી જિલ્લા, રાજ્ય અને દેશનું નામ રોશન કરી રહી છે. નવસારીમાં પણ ટેલેન્ટ નિખારવા કેમ્પનું આયોજન કરાયું છે. - કાંતિલાલ પટેલ, પ્રમુખ, વુમન્સ ક્રિકેટ એસો. નવસારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.