આપઘાત:પરિણીતા સાથે લગ્નની ના પાડતા યુવાનનો આપઘાત

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિજલપોરમાં 32 વર્ષીય અપરિણીત યુવાનને પરિણીત મહિલા સાથે પ્રેમ થઈ જતા તેને તેણી સાથે લગ્ન કરવાની પરિવારજનોએ ના પાડી હતી. જેથી ડિપ્રેશનમાં આવી ગયેલા યુવાને ઘરથી એક કિમી દૂર ગાંધી ફાટક ઓવરબ્રિજ પાસે આવેલા વૃક્ષ ઉપર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

વિજલપોરના અલકાપુરીમાં યોગેશભાઈ રાજુભાઇ પાટીલ તેના મોટાભાઈ જયેશભાઇ પાટીલ (ઉ.વ. 32) સાથે રહેતા હતા. જયેશભાઇ પાટીલ રવિવારે કોઈ અગમ્ય કારણસર તેમના ઘરેથી એક કિમી દૂર ગાંધી ફાટક પાસે ઓવરબ્રિજ નજીક આવેલી સર જે.જે.સ્કૂલ પાસે આંબાના ઝાડ ઉપર નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

આ બનાવની તપાસ કરનાર એએસઆઈ રાકેશભાઈ શ્રીરામે માહિતી આપતા જણાવ્યું કે મૃતક જયેશ પાટીલને એક પરિણીતા સાથે પ્રેમસંબંધ હોય તે બાબતે પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો હતો. જેથી ડિપ્રેશનમાં આવી તેણે આત્મઘાતી પગલું ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...