નવસારીમાં આપઘાતના બે બનાવો બન્યા હતા. નવસારી શાંતિવન સોસાયટીમાં રહેતા 23 વર્ષીય યુવાને અને મોટી ચોવીસીમાં રહેતી 32 વર્ષીય અપરિણીત યુવતીએ કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.\nનવસારીના શાંતિવન સોસાયટીમાં રહેતા અને સુરત નોકરી કરતા હિરેન વિજયભાઈ પટેલ (ઉ.વ. 23)એ રવિવારે સાંજે ઘરે કોઈ ન હતું ત્યારે તેના ઘરના પહેલા માળે આવેલ રૂમમાં કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ મૃતકના મોટા ભાઈએ ટાઉન પોલીસ મથકે કરતા એહેકો લાલુસિંહ ભરતસિંહ તપાસ કરી રહ્યાં છે.
જ્યારે બીજા બનાવમાં મોટી ચોવીસીમાં રહેતી અપરિણીત ઉષાબેન શંકરભાઈ હળપતિ (ઉ.વ.32)એ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. એહેકો અશોકભાઇ માસુભાઈ તપાસ કરી રહ્યા છે. બન્ને ઘટનામાં આપઘાતના કારણ અકબંધ રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.