આપઘાતનો પ્રયાસ:નવસારીમાં બે જગ્યાએ પુરુષોનો આપઘાતનો પ્રયાસ

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોથમડી અને મિથીલાનગરીમાં બનેલ ઘટના
  • સદનસીબે બંને જગ્યાએ બચાવ થયો

નવસારીમાં બે અલગ જગ્યાએ બે પુરુષોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે બંને કિસ્સામાં બંનેનો જીવ બચી જવા પામ્યો હતો. નવસારી ગ્રામ્ય પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મિથિલાનગરી ખાતે રહેતા 35 વર્ષીય નરેસભાઈ મનુભાઈ હળપતિ તેમના પરિવાર સાથે રહે છે.

નરેશભાઈ ઘરે એકલા હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એસિડ પીધાની જાણ નરેસભાઈના પિતા મનુભાઇને થતા તેઓએ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં યોગ્ય સમયે સારવાર મળવાથી તેનો જીવ બચી જવા પામ્યો હોવાની માહિતી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ડો.ખુશ્બુએ આપી હતી.

બીજી ઘટનામાં જલાલપોર તાલુકાના કોથમડી ગામેં રહેતા 63 વર્ષીય ઠાકોરભાઈ હીરાભાઈ પટેલે 9 સપ્ટેમ્બરના રોજ ઘરે એકલા હતા. ત્યારે રાત્રિના 11 વાગ્યે જંતુનાશક પાવડર પી લીધો હતો. જેથી સારવાર માટે એરું ખાતે આવેલ વરદાન હોસ્પિટલમાં લઈ જતા યોગ્ય સમયે સારવાર મળવાથી બચી ગયા હતા. ઘટનાની જાણ હોસ્પિટલના સત્તાવાળાઓએ આપતા વધુ તપાસ એ.એસ.આઈ.રાજુભાઇ ગોરખભાઈ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...