તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિશ્ર પ્રતિસાદ:આંતરિક મૂલ્યાંકન કસોટીના માર્કસના આધારે પરિણામપત્રક બનાવવા સૂચન

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધો. 10ના છાત્રોને માસ પ્રમોશનના નિર્ણયને વાલીઓએ આવકાર્યો પણ...
  • પરીક્ષા નહીં લેવાતાં ભ‌વિષ્યમાં મુશ્કેલી ન પડે તે માટે માર્કિંગ થવું જરૂરી

ધોરણ-10ના વિદ્યાર્થીઓને પરીક્ષા નહીં લઈ બોર્ડ માસ પ્રમોશન આપી વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં જવાની મંજૂરીની મહોર મારી દીધી છે. બોર્ડના આ નિર્ણયને લઈ અનેક સવાલો ઉભા થયા છે. નવસારીમાં કેટલાક વાલીઓએ હોંશિયાર વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય અયોગ્ય ગણાવ્યો છે. વધુમાં આ નિર્ણયથી ભવિષ્યમાં ગૂંચવાડો ઉભો થવાની શક્યતા પણ દર્શાવી છે.

કેટલાક વાલીઓએ હાલની કોરોનાની સ્થિતિ જોતા આ નિર્ણયને યોગ્ય લેખાવ્યો છે પરંતુ સાથે બાળકોના ભવિષ્યને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. વાલીઓએ આપેલા પ્રતિભાવો અહીં રજૂ કર્યા છે. જેમાં મહત્તમ વાલીઓએ નિર્ણયનો સ્વીકાર્યો પણ ભવિષ્યમાં બાળકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આંતરિક મૂલ્યાંકન કસોટીના માર્કસના આધારે પરિણામ આપવા અનુરોધ કર્યો છે. સાથે તેમાં કોવિડ-19 વર્ષનો ઉલ્લેખ કરવા પણ સૂચન કર્યું છે. જેથી ભવિષ્યમાં સ્પર્ધાત્મક પરિક્ષામાં તે ઉપયોગી થઇ શકે.

તેજસ્વી છાત્રોને નુકસાન પણ હાલની કોવિડની સ્થિતિમાં નિર્ણય યોગ્ય
બોર્ડ દ્વારા ધોરણ-10ના છાત્રોને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. તેને હાલની પરિસ્થિતિ જોતા યોગ્ય નિર્ણય કહી શકાય, કારણ કે કોરોનાની મહામારીમાં તેઓ પરીક્ષા આપવા માટે મનથી તૈયાર નથી. ઉપરાંત તેઓ ઓનલાઇન અભ્યાસ કરીને બોર્ડ લેવલની પરીક્ષાનો અનુભવ નહીં હોવાથી તેઓમાં ડરનો માહોલ ઉભો થશે. બોર્ડની પરીક્ષા લેવાવી જોઈએ. માસ પ્રમોશનના કારણે હોંશિયાર છાત્રોને લોસ જાય તેઓ શરૂઆતથી જ લક્ષ્ય નક્કી કરીને અભ્યાસની તૈયારી કરતા હોય છે. માસ પ્રમોશન આપવાથી આગળની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તેઓ મનથી તૈયાર થશે નહીં. > વનિતા પવાર, વાલી

આ નિર્ણયથી વાલીઓની ચિંતા દૂર થઇ
બાળકોના ભવિષ્યને જોતા આ નિર્ણય યોગ્ય નથી પરંતુ કોરોનાનું સંક્રમણ બહુ છે અને જોખમ વધુ છે, જેથી માસ પ્રમોશનનો નિર્ણય આવકાર્ય છે. હાલ સરકાર બાળકોના ભવિષ્યને લઇ ચિંતીત છે તેના કારણે જ આ નિર્ણય લીધો છે. જે તમામ વાલીઓ માટે આનંદ દાયક છે. બાળકોની સાવચેતીને લઇ સરકારનો આ નિર્ણય આવકારદાયક અને વાલીઓની ચિંતા દૂર કરનારો છે. > નિલમબેન દેસાઈ, વાલી

માર્કસના અભાવે ઓનલાઇનની મહેનત નિર્થક
હાલની સ્થિતિ જોતા બોર્ડનો નિર્ણય યોગ્ય છે પણ ભવિષ્યમાં બાળકોને કોઈ તકલીફ નહીં પડે તે માટે આંતરિક મૂલ્યાંકન કસોટીના માર્કસ મુકી પરિણામપત્ર આપવું જોઈએ.જેથી વિદ્યાર્થીઓએ આખુ વર્ષ ઓનલાઇન અભ્યાસ કરી કરેલી મહેનત સાર્થક થઇ શકત અને તેજસ્વી વિદ્યાર્થીઓને તેની મહેનત અને આવડત પ્રમાણે ન્યાય મળી શકત. > દેવ્યાનીબેન નાયક, વાલી

હોંશિયાર બાળકો માટે આ નિર્ણય યોગ્ય નથી
દરેક માટે આ કપરો સમય છે. જેથી બોર્ડની પરીક્ષા કેન્સલ કરી માસ પ્રમોશનનો નિર્ણય લેવાયો છે, તે યોગ્ય જ છે પરંતુ છોકરાઓએ આખુ વર્ષ પરીક્ષા આપી છે તેના આધારે માર્કસ મુકી પરિણામપત્ર આપવું જોઈએ. ભલે તેમાં કોવિડ-19 માસ પ્રમોશન લખવામાં આવે પરંતુ તેનાથી બાળકોને ભવિષ્યમાં ફાયદો થશે. > જીજ્ઞેશ દેસાઈ, વાલી

એક જ ફેકલ્ટીમાં ધસારો વધી જાય તેવી શક્યતા
દરેક શાળામાં તમામ પ્રકારની કસોટી લેવામાં આવી જ છે એટલે બોર્ડનું પરિણામ ભલે નહીં આવે અને માસ પ્રમોશન બાળકોને અપાય પરંતુ વિવિધ ફેકલ્ટીમાં જવા માટે જ્યારે બાળકો ફોર્મ ભરશે ત્યારે ઘણી મૂંઝવણ ઉભી થશે. ઉપરાંત એક જ ફેકલ્ટીમાં ધસારો પણ વધી જવાની શક્યતા છે. ખાસ કરીને આઈટીઆઈમાં મુશ્કેલી વધશે. > વિજયભાઈ ટંડેલ, વાલી

અન્ય સમાચારો પણ છે...