તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાતને તાલીમ:કૃષિ યુનિવર્સિટીમાં શેરડી પાક પર ખેડૂતાેને માર્ગદર્શન, વધુ ઉત્પાદન મેળવી નફાકારક ખેતી કરવા ભાર મુકાયાે

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખેડૂતાેને માર્ગદર્શન મળી શકે તે માટે ‘શેરડીની આધુનિક ખેતી પદ્ધતિ’ પુસ્તકનું વિમોચન

આઇસીએઆર-ટ્રાયબલ સબ પ્લાન યોજના અંતર્ગત મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના સેન્ટ્રલ એક્ઝામીનેશન હોલમાં એક દિવસીય શેરડી પાક પર ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કુલપતિ ડો. ઝેડ. પી. પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કુલપતિએ નવી તાંત્રિકતાઓ અપનાવી આપણા વિસ્તારના મુખ્ય પાક શેરડીનું વધુ ઉત્પાદન મેળવી નફાકારક ખેતી કરવા ભારપૂર્વક જણાવ્યું તથા તેઓએ ‘શેરડીની આધુનિક ખેતી પદ્ધતિ’ પુસ્તકનું વિમોચન કર્યુ હતુ.

કુલપતિએ ખેડૂતોને નવસારી કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લેવા નિમંત્રણ પાઠવ્યું હતું. આ ઉપરાંત સહ સંશોધન નિયામક ડો. વી. આર. નાયકે શેરડી પાક ઉત્પાદન પદ્ધતિમાં અગત્યના ઉત્પાદન ઘટકોનો કાર્યક્ષમ ઉપયોગ કરી ટકાઉ ખેતી કરવા જણાવ્યું હતું. તાલીમમાં મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, સંશોધન વૈજ્ઞાનિક ડો. સી. જી. ઈંટવાલાએ વર્તમાન પરિસ્થિતિમાં શેરડીની ખેતી તથા ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા અંગે સૂચનો કર્યા હતા.

ડો. એચ.એમ.વિરડીયાએ શેરડીની આધુનિક ખેતી પદ્ધતિ અંગેની તાંત્રિકતા અપનાવી ખેતી ખર્ચ ઘટાડી નફાકારક ખેતી કરવા જણાવ્યું હતું તથા ડો. એસ.સી. માલીએ શેરડીની સંશોધિત નવી જાતો અને ગુણવત્તાસભર બિયારણ અંગે વિસ્તૃત સમજણ આપી હતી. પ્રો. આર.સી. પટેલે શેરડીના પાકમાં રોગોનું સંકલિત નિયંત્રણ અને ડો. જી.બી. કાલરીયાએ શેરડીની જીવાતો અને તેના નિયંત્રણ અંગેની વિસ્તૃતપૂર્વક સમજણ આપી હતી. આ ખેડૂત તાલીમમાં દક્ષિણ ગુજરાતની ગણદેવી, મહુવા અને કોપર સુગર ફેકટરીના આદિવાસી ખેડૂતોએ તથા સુગર ફેક્ટરીના ખેતી વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ભાગ લઇ પોતાના મૂંઝવતા પ્રશ્નો રજૂ કરી વૈજ્ઞાનિકો પાસે માર્ગદર્શન મેળવ્યું હતું.

અત્રે ઉલ્લેેખનીય છે કે છેલા કેટલાક વર્ષાેથી શેરડી પકાવતા ખેડૂતાે માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા અવાર નવાર કાર્યક્રમાે કરી ખેડૂતાેને ઉત્પાદનમાં કેવી રીતે વધુ ફાયદાે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવતું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો