દુર્ઘટના:ગણદેવામાં ભૂરી ખાડી નજીક ઉભા પાક પર વીજ તાર પડતા તણખલાથી શેરડી બળીને ખાખ

નવસારી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કિસાન કોંગ્રેસના આગેવાનોએ ખેડૂત અને બળેલા પાકની મુલાકાત લીધી

ગણદેવી તાલુકાના ગણદેવા ખાતે શેરડીના ખેતરમાં વીજ તાર પડતા પા ને નુકશાન થતા નવસારી કિસાન કોંગ્રેસના અગ્રણીઓએ ખેડૂત અને ઘટનાસ્થળ પર મુલાકાત લઈને વળતર માટે રજૂઆત કરવા હૈયા ધરપત આપી હતી. ચીખલી તાલુકાના નોગામા ગામેં આહીર વાસમાં રહેતા ભરતભાઈ પરાગભાઇ આહીરની ગણદેવી તાલુકાના ગણદેવા ગામે ભૂરી ખાડીની બાજુમાં ખેતીની જમીન આવેલ છે, તેમના બ્લૉક સર્વૅ નં. 1758 વાળી આશરે 2 વિંઘા જમીનમાં ખેડૂતે શેરડીનુ વાવેતર કર્યું હતું, જેની 3 નવેમ્બરનાં રોજ કાપણી કરવાની હતી, પરંતુ ખેતરમાંથી પસાર થતી હાઈટૅન્સન લાઈનનો વાયર અચાનક ટુટી પડતાં તણખલાં ઝરવાના કારણથી ખેતરમા આગ લાગી જવા પામી હતી. જેથી આશરે 70 ટન જેટલી શેરડી બળીને ખાખ થઈ ગઈ હતી.

આ બનાવની જાણ નવસારી જિલ્લા કિસાન કૉંગ્રેસને થતાં ગણદેવા ખાતે અસરગ્રસ્ત ખેડૂત અને ખેતરની મુલાકાત લેવામા આવી અને ખેડૂતને નુકસાન અંગે સાંત્વના આપી હતી. તેમજ આગામી સમયમાં તંત્ર નુકશાન યોગ્ય વળતર નહીં ચૂકવે તો નવસારી જિલ્લા કિસાન કૉંગ્રેસ દ્વારા લડત લડવાની તૈયારી બતાવવામાં આવી હતી, નવસારી જિલ્લા કિસાન કૉંગ્રેસ ચેરમેન હિમાંશુ વશી, જિલ્લા કિસાન કૉંગ્રેસ આગેવાન મહેન્દ્ર કૉન્ટ્રાક્ટર, શૈલેષ પટેલ, આનંદ દેસાઈ તેમજ સ્થાનિક આગેવાન વિજયભાઈ પટેલ, સંજયભાઈ પટેલ ઘટના સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને અસરગ્રસ્ત ખેડૂતને હૈયા ધરપત અને સાંત્વના આપી હતી.

વળતર ન મળે ત્યાં સુધી રજૂઆતો કરીશું
ગણદેવા ગામ સહિત આસપાસના ગામોમાં લાઈન નાંખ્યાને 50 વર્ષ પુરા થયા છે. જેને કારણે જર્જરિત વાયરોની લાઈનમાં છાશવારે ધડાકા થયાં કરે છે. વાયરો ટુટી પડે છે. જેના થકી ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવે છે. ખેડૂતને નુકશાની બાબતે હજુ સુધી કોઈ બાંહેધરી આપવામાં આવી નથી. અમે ખેડૂતોની સાથે જ છીએ. જ્યાં સુધી વળતર ન આપે ત્યાં સુધી કિસાન કોંગ્રેસ સતત કાર્યવાહી કરશે. > હિમાંશુ વશી, પ્રમુખ, નવસારી કિસાન કોંગ્રેસ સમિતિ

અન્ય સમાચારો પણ છે...