તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણની કદર:નવસારીમાં અનુદાનિત ઉ. માધ્યમિક શાળામાં નવા 109માં સૌથી વધુ કોર્મસના 19 શિક્ષકને નિમણૂંકપત્ર

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોએ શિક્ષણના સ્તરને નવી ક્ષિતિજો આપવા તમામ શક્તિ લગાવી દેવી : કલેક્ટર

રાજયમાં અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી અન્વયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નિમણૂંક હુકમ આપવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. નવસારી જિલ્લામાં પણ નવનિયુક્ત 109 શિક્ષકને નિમણૂંક આપવાનો કાર્યક્રમ જિલ્લા સેવા સદનમાં યોજાયો હતો. જે પૈકી કલેકટરે 15 શિક્ષકને નિમણૂંક પત્ર આપી શુભકામના આપી હતી.કલેકટર આર્દ્રા અગ્રવાલે જણાવ્યું હતું કે, નવનિયુક્ત શિક્ષકોએ જિલ્લામાં શિક્ષણના સ્તરને નવી ક્ષિતિજો આપવા પોતાની તમામ શક્તિ લગાવી દેવાની છે. આ માટે વહીવટી તંત્ર હંમેશા તેમની પડખે રહેશે.

શિક્ષક વિદ્યાર્થીનું ભાવિ ઘડે છે, શિક્ષક વિદ્યાર્થી માટેની આજીવન પ્રેરણા બને છે. માટે દરેક શિક્ષકે ઉચ્ચ મૂલ્યો અનુસરીને વિદ્યાર્થીઓ માટે આદર્શરૂપ બનવું જોઇએ. અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં જે 109 શિક્ષકની નિમણૂંક કરાઇ છે.

તેમાં જીવ વિજ્ઞાનના 6, રસાયણશાસ્ત્રનાં 12, કોર્મસના 19, અર્થશાસ્ત્રના 5, અંગ્રેજીના 18, ગુજરાતીના 9, હિન્દીનાં 2, ગણિતના 8, તત્વજ્ઞાનનાં 2, ભૌતિક વિજ્ઞાનનાં 5, મનોવિજ્ઞાનનાં 7, સંસ્કૃતનાં 5, સમાજશાસ્ત્રનાં 11 શિક્ષકની નિમણૂંક કરાઇ છે. જિલ્લા સેવા સદનમાં 15 શિક્ષકોને નિમણૂંકપત્ર આપ્યા બાદ બાકીના શિક્ષકોને નવસારી સંસ્કારભારતી શાળામાં નિમણૂંકપત્ર અપાયા છે. આ કાર્યક્રમમાં ડીડીઓ. પ્રશસ્તિ પારીક, નિવાસી અધિક કલેકટર કે.જે.રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારી આર.એમ.ચૌધરી ઉપસ્થિત હતા.

ડાંગ જિલ્લામાં 11 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂકપત્ર એનાયત કરાયા
ડાંગ જિલ્લામાં બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત 11 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવામાં કલેક્ટર ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં ડાંગની બિનસરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં 11 શિક્ષણ સહાયકોને ભલામણ પત્ર અને નિમણૂક હુકમ એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા પ્રમુખ મંગળ ગાવિત, જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શિક્ષણ સહાયકોને આશીર્વચન આપી શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...