તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:સાફ સફાઈ અંગે પાલિકાને થતી રજૂઆતો બેઅસર, નિંભર બનેલા અધિકારીઓને મોન્સૂનની કામગીરીમાં કોઈ રસ નહીં

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્યારેક નગરસેવિકા તો ક્યારેક સ્થાનિકો જ પોતાના વિસ્તારની સાફ-સફાઈ કરે છે

નવસારી વિજલપોર પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ શહેરીજનોની કોઈ રજૂઆત સાંભળતા ન હોય અને બેદરકારીભરી રીતે કામ કરતા હોય તેના ઉદાહરણો અને એકવાર સામે આવી રહ્યા છે. જે પૈકી બે દિવસ પહેલા વોર્ડ નંબર 13 ના નગરસેવિકાએ ૨૫ હજારના સ્વખર્ચે તીઘરા વિસ્તારમાં વરસાદી ગટરની સાફ સફાઈ કરી હતી. ત્યારે આજે ફરીવાર દશેરા ટેકરીના ગણેશ ચોક વિસ્તારમાં વરસાદી પાણીને કારણે બ્લોક થયેલી ગટર ની સાફ સફાઈ અંગે પાલિકાને અને નગર સેવક વિજય રાઠોડ ને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ કર્મચારી વિસ્તારમાં ન ફરકતા મજબૂરીવશ સ્થાનિકોએ ગટરની સાફ સફાઈ કરવાની ફરજ પડી છે.

ચૂંટાયેલા નગરસેવકો નું પાલિકા અધિકારી આગળ કંઇ ઉપજતું નથી

હાલમાં ચૂંટાઈને આવેલી નવી બોડી શહેરમાં વિકાસના કામો કરે તે માટે શહેરે ખોબે ખોબા મત આપીને 52 પૈકી 51 સીટ પર ભાજપના નગરસેવકોને વિજય અપાવ્યો છે ત્યારે વરસાદી માહોલમાં બિન્દાસ પણે બેફીકર બની પાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ કોઈની રજૂઆત સાંભળવા માંગતા ન હોય તે રીતે શહેરીજનો જાતે પોતાની વિસ્તારની સફાઈ કરવા મજબૂર બન્યા છે ત્યારે આ મામલે પાલિકા પ્રમુખ પણ અધિકારીઓને સીધાદોર કરે તેવી માંગ ઉઠી છે.

ગટરની જાતે સફાઈ કરનાર સ્થાનિક ધર્મેશભાઈ ના જણાવ્યા મુજબ બે દિવસ પહેલા નગરસેવક વિજય રાઠોડ અને પાલિકાને રજૂઆત કરી હતી છતાં પણ કોઈ કર્મચારી ગટરને સાફ કરવા ફરક્યું નથી જેથી અમને જાતે ઘરને સાફ કરવાની ફરજ પડી છે.

સ્થાનિક નગરસેવક વિજય રાઠોડે જણાવ્યું છે કે મને રજૂઆત બે દિવસ પહેલા આવી હતી અને ચીફ ઓફિસર સહિત પાલિકાના કર્મચારીઓને આ અંગે ઉભા કર્યા છે મારા વિસ્તારના લોકો એ અમારા માં વિશ્વાસ વ્યક્ત કરીને વિજય બનાવ્યા છે ત્યારે તેઓ જાતે સફાઈ કરે તે અમારા માટે ખૂબ જ દુઃખદ છે હું પાલિકાને ફરીવાર આ મામલે જાણ કરીશ અને જે તે વિસ્તારમાં ગંદકી અથવા કોઈ સમસ્યા હોય તો પાલિકાના કર્મચારીઓ રીતે એક્શનમાં આવે તે હું અપેક્ષા રાખું છું.

અન્ય સમાચારો પણ છે...