તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જલાલપોરના ભૂતસાડ ગામે કણબીવાડમાં બ્લોકપેવિંગ કરવાના મામલે એકવાર ખોદકામ કર્યા બાદ એક મહિના સુધી કામ કર્યું ન હતું. વારંવાર રજૂઆત કરવા છતાં ડેપ્યુટી સરપંચ દ્વારા મનમાની કરતા આખરે કણબીવાડના રહીશોએ કલેકટર અને ટીડીઓને રજૂઆત કરી હતી.
જલાલપોર તાલુકાના ભૂતસાડના કણબીવાડમાં રહેતા કિરીટભાઈ, જયેશભાઈ અને રોશન પટેલ સહિત મહોલ્લાવાસીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ભૂતસાડ ગામે કણબીવાડમાં બ્લોક નાખવાં માટે પંચાયત દ્વારા છેલ્લા એક માસ કરતા વધુ સમયથી ખોદકામ કરી એકથી દોઢ ફૂટ માટી કાઢી લઈને ઘરથી રસ્તા સુધી એકથી દોઢ ફૂટ રસ્તો ઊંડો થયો છે, જેના કારણે લોકોને આવાગમનમાં તકલીફ પડી રહી છે. જેમાં સિનિયર સિટીઝનોને તકલીફ પડી રહી છે. આ બાબતે રજૂઆત કરવા જતાં ડેપ્યુટી સરપંચ દક્ષય આહીર દ્વારા સરપંચનો વહીવટ કરતા આવ્યા હોય તેઓએ કામ બાબતે મનમાની કરીને હમણાં કામ નહીં થાય તેમ જણાવીને મહિલાઓ અને પોલીસને ખોટી રજૂઆત કરી રહ્યા છે.
આ ઉપરાંત 14માં નાણાંપંચની ગ્રાંટના 1.48 લાખનો ખર્ચ કણબીવાડમાં બ્લોક પેવિંગનો થયો છે. કઈ યોજના હેઠળ બ્લોક નાંખવામાં આવ્યા છે તેની કોઈને ખબર નથી. ઝાડ રોપવા બાબતે પણ મનમાની કરી રહ્યા છે. જેથી સરપંચ મહિલા અને ઓછા અભ્યાસ કરેલો હોય સમગ્ર વહીવટ ડેપ્યુટી સરપંચ કરતા હોય તે બાબતે તપાસ કરવા અનુરોધ કર્યો હતો.
આચાર સંહિતાને કારણે કામ અટકેલું છે
કામ શરૂ થયા બાદ ચૂંટણી જાહેર થઈ હોય અમે કામ અટકાવેલું છે. 28 ફેબ્રુઆરીએ ચૂંટણી પુરી થયા બાદ કામ શરૂ કરીશુ. સરપંચ ઓછું ભણેલા હોય હું કામમાં મદદ કરું છું. ઝાડ રોપવા બાબતે ગામમાં સરખા ઝાડ હોય તો સારું દેખાય. >દક્ષય આહીર, ડેપ્યુટી સરપંચ, ભુતસાડ
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.