અકસ્માતની ભીતિ:મરોલી-વેસ્માને જોડતા માર્ગને બંધ કરવા જાહેરનામુ બહાર પાડવા રજૂઆત

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસ્તા પર માટી પથરાતા અકસ્માતનો તોળાતો ભય. - Divya Bhaskar
રસ્તા પર માટી પથરાતા અકસ્માતનો તોળાતો ભય.
  • ચોમાસામાં માટી ચીકણી થતા અકસ્માતની ભીતિ

જલાલપોરના વેસ્મા-મરોલી મુખ્ય માર્ગ પર આવેલ સિમલક ગામની હદમાં હાલ સુજલામ સુફલામ્ યોજના હેઠળ તળાવનું ખોદકામ ચાલી રહ્યું છે. જ્યાંથી દિવસ દરમિયાન સેંકડો ડમ્પર ગાડીઓ માટી ભરી સિમલક ગામમાં આવેલ મદરેસાની બાજુમાંથી નીકળી બહાર મુખ્ય માર્ગ પર આવતી હોય છે. આવતા જતા ડમ્પરોમાંથી માટી ઢોળાતા પસાર થતાં વાહનચાલકોને હાલાકી ભોગવવી પડે છે. હાલમાં ચાલી રહેલ સિમલક ગામના તળાવમાંથી માટી ભરી ડમ્પરો વાયા વેસ્મા તેમજ મરોલી તરફ જતા હોય છે.

તે અરસામાં બહાર નીકળતા મુખ્ય માર્ગ પર મોટા પ્રમાણમાં માટીના ઢગ પડી રહ્યાં છે, જેનાથી અકસ્માત સર્જાય તેમ છે. વરસાદની શરૂઆત થતા આ કાર્ટિંગવાળા નીકળી જતા હોય છે, જેનો ભોગ નિર્દોષ વાહનચાલકો બને તેમ છે. આ બાબતે વહીવટીતંત્ર કાર્યવાહી કરે તેવી લોકોની માંગ ઉઠી છે.

આ બાબતે ગામના સરપંચ અબુસુફીયાન હાંસે જણાવ્યું કે, આ રસ્તા ઉપર માટીની સફાઇ કાર્ટિંગવાળા કરી જાય છે પણ જલાલપોરના સીમલક ગામે મરોલી વેસ્માને જોડાતા માર્ગ ઉપર છેલ્લા એક માસથી ચાલી રહેલા ભારે વાહનોને કારણે અકસ્માતોની ઘટના બની છે. આ રોડ પર શાળા અને હળપતિવાસ અને મંદિર પણ આવેલા છે. જેથી આ રસ્તા ઉપર ભારે વાહનો બંધ કરવા માટે જાહેરનામુ બહાર પાડવા સરકારને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...