• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Students Were Made Aware Of The Functioning Of City Government Institutions bank, Municipality, Post Office, Health Center And Water Works.

સંસ્કારનું સિંચન:શહેરની સરકારી સંસ્થા-બેંક, નગરપાલિકા, પોસ્ટ ઓફિસ, હેલ્થ સેન્ટર અને વોટર વર્ક્સમાં થતી કામગીરીની છાત્રોને સમજ અપાઇ

નવસારી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ પર્યટક દિને મિશ્ર શાળા નં.10ના બાળકોએ વિવિધ સંસ્થાઓની મુલાકાત લીધી

નવસારી સંચાલિત મિશ્ર શાળા નં-10ના વિદ્યાર્થીઓને પર્યટક દિવસ નિમિત્તે નવસારી શહેરની તમામ સરકારી સંસ્થા અને કચેરીઓ જેમાં બેંક, નવસારી-વિજલપોર નગરપાલિકા, પોસ્ટ ઓફિસ, હેલ્થ સેન્ટર અને વોટર વર્ક્સમાં થતી કામગીરી અંગે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.

દર વર્ષે 8મી સપ્ટેમ્બરે પર્યટક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુરૂવારે પર્યટક દિવસ નિમિત્તે નવસારી મિશ્ર શાળા નં-10નાં વિદ્યાર્થીઓને નવસારી શહેરની તમામ સરકારી સંસ્થાઓ અને કચેરીઓમાં લઇ જવામાં આવ્યા હતા, જેમકે બેંક પોસ્ટ ઓફિસ, લાઈબ્રેરી, હેલ્થ સેન્ટર, નગરપાલિકા અને વોટર વર્કસ જેવી સરકારી સંસ્થાઓ અને કચેરીઓમાં થતી કામગીરી અંગે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.

બેંકમાં પૈસાની લેવડ દેવડ, પોસ્ટ ઓફિસમાં થતી કામગીરી, લાઈબ્રેરી અને વોટર વર્કસમાં કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તેની તમામ પ્રકારની વિસ્તૃત માહિતી આપી વિવિધ ખાતાઓ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.

જેથી શાળામાં ભણતા બાળકોમાં સરકારી ખાતાઓ અને કામકાજ અંગે જાગૃતતા આવે પર્યટક દિવસ નિમિત્તે શહેરની સરકારી કચેરીઓ અને સંસ્થાઓ ની મુલાકાતે નિકળેલા વિદ્યાર્થીઓને નવસારી-વિજલપોર નગરપાલિકાનાં સભ્ય વિજયભાઈ રાઠોડ તથા અશ્વિન કહાર, શિક્ષણ સમિતિના ચેરમેન સંદિપભાઈ દેસાઈ દ્વારા નગરપાલિકાના વિવિધ વિભાગોમાં લઇ જવામાં આવ્યાં કામગીરી અંગે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી. શાળાના છાત્રોએ સહકારી સંસ્થાઓની મુલાકાત લીધી હતી અને ત્યાંની જાણકારી મેળવી હતી.

પ્રથમવાર જાહેર સંસ્થાઓમાં જઈ ત્યાં થતી કામગીરી અંગે છાત્રોએ જાણકારી મેળવી હતી. સરકારી સંસ્થાઓની કામગીરી જોઈ કેટલાક બાળકો પણ સરકારી નોકરી મેળવે તેમ અભ્યાસમાં મહેનત કરવા શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...