ટેબલેટ વિતરણમાં છબરડા:નવસારી મહિલા કોલેજના વિદ્યાર્થીઓએ નાણાં જમા કરાવ્યા છતાં ટેબલેટથી વંચિત

નવસારી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલા કોલેજના છાત્રોએ આચાર્યાને આવેદનપત્ર પાઠવ્યું હતું. - Divya Bhaskar
મહિલા કોલેજના છાત્રોએ આચાર્યાને આવેદનપત્ર પાઠવ્યું હતું.
  • વર્ષ 2019માં 88 વિદ્યાર્થીઓએ કોલેજમાં નાણા જમા કરાવ્યા પણ લિસ્ટ યુનિ.ને ન મળ્યું

નવસારીમાં આવેલ મહિલા કોલેજના વિદ્યાર્થીઓ નમો ટેબલેટથી આજે પણ વંચિત છે. ત્રણ વર્ષ પહેલા વર્ષ 2019માં કોલેજના 88 વિદ્યાર્થીઓએ ટેબલેટની કિમંત રૂ.1000 ચૂકવ્યા હતા. નવસારીની દરેક કોલેજમાં લગભગ બધા જ વિદ્યાર્થીઓને ટેબલેટ મળી ગયા છે, પણ મહિલા કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળતા નવસારી વિદ્યાર્થી સંગઠન દ્વારા કોલેજના પ્રિન્સિપાલને પૂછવામાં આવતા ખૂબ જ અચરજ પમાડનાર જવાબ મળ્યો હતો.

નવસારીની મહિલા કોલેજમાં અભ્યાસ કરતા 88 વિદ્યાર્થીઓએ ટેબલેટના નાણા વર્ષ 2019માં જ ચૂકવી દીધા હતા. જોકે જેતે સમયે કોલેજ દ્વારા યુનિવર્સિટીને ટેબલેટના નાણા પહોંચાડાતા કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ ટેબલેટથી વંચિત છે. 88 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓએ પોતાના ટેબલેટના નાણા પરત માંગતા તેઓને કોલેજ તરફથી ચૂકવી દેવામાં આવ્યા હતા.

કોલેજ તરફથી યુનિવર્સિટી વાત કરતા ત્યાંથી પ્રત્યુત્તરમાં એવો જવાબ મળ્યો હતો કે, તમારૂ લિસ્ટ હજી સુધી આવ્યું નથી. તો બીજી તરફ કોલેજના હાલના પ્રિન્સિપાલનું કહેવું છે કે, એમને પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે કોલેજ પર મેઇલ આવશે. તે બાદ ચેકથી નાણા આપી ટેબલેટ યુનિવર્સિટીથી લઇ જવાના રહેશે. આ મુદ્દો ટેબલેટ નોંધાવનારા વિદ્યાર્થીઓને જાણ થતા તેઓ ચોંકી ગયા હતા. ત્રણ વર્ષ સુધી રાહ જોયા બાદ પણ જો આવા છબરડા આવે તો વિદ્યાર્થીઓ ક્યાં જશે. તેવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

સરકાર અને યુનિ.એ રસ્તો કાઢવો જોઇએ
બાળકો મારી પાસે આવ્યા ત્યારે મેં યુનિવર્સિટીમાં ફોન કર્યો કે અમારા બાળકોના ટેબલેટ નથી આવ્યા. ત્યાંથી આજદિન સુધી અમને એવુ જણાવવામાં આવ્યું કે, આવશે એટલે મેઇલ કરીશું. આજે જ્યારે વિદ્યાર્થી સંગઠનના લોકો આવ્યા ત્યારે પણ મેં તેમને ફોન કરીને પુછ્યું તો અમને એવુ જણાવ્યું કે તમારા પૈસા તો આવ્યા જ નથી. અહીંયા કઇક શરત ચુક થઇ છે. સરકાર અને યુનિ.એ આ બાબતે કોઇ રસ્તો કાઢવો જોઇએ.- ડો. નઝમા મલિક, ઇન્ચા.પ્રિન્સિપાલ, મહિલા કોલેજ

અન્ય સમાચારો પણ છે...