આયોજન:નારણલાલા સ્કૂલના વિદ્યાર્થીઓ ક્વિઝ કોમ્પિટીશનમાં ઝળક્યા

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એ. વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, બીલીમોરા દ્વારા કોમર્સના વિદ્યાર્થીઓ માટે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં નારણ લાલા સ્કૂલનાં ધોરણ-12ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પોતાની પ્રતિભા દર્શાવતા વિદ્યાર્થીઓએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ ધોરણ-12ના વિદ્યાર્થીઓ પટેલ સ્નેહા મુકેશભાઈ, આહિર દીપ ભરતભાઈ અને ભાવસાર ધ્રુવ વિજયકુમારે કર્યું હતું. સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી આ વિદ્યાર્થીમિત્રોએ શાળાને ગૌરવ અપાવ્યું છે. તેમની આ સિદ્ધિ બદલ સંસ્થાના ચેરમેન અને મેનેજીંગ ટ્રસ્ટી મહેશભાઈ કંસારાએ વિજેતા સ્પર્ધકમિત્રોને તેમજ શાળાના આચાર્ય પ્રિતેશકુમાર ટેલર અને સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યાં હતા. વિદ્યાર્થીઓની આ સિદ્ધિને સાથી છાત્રોએ પણ વધાવી લઇ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...